ગાંધીનગરઃ  રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2800થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

 

રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 315566 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 14 હજારને પાર નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14298 પર પહોંચ્યો છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.03 ટકા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, તાપીમાં 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 13 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4552 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 646, સુરત કોર્પોરેશનમાં 526, વડોદરા કોર્પોરેશનમાં 303, રાજકોટ  કોર્પોરેશનમાં 236, સુરત 161, વડોદરા 81, મહેસાણા-54, પાટણ-51, ભાવનગર કોર્પોરેશન-44, રાજકોટ-41, ગાંધીનગર -39, મહીસાગર-39, જામનગર કોર્પોરેશન-38,  ભરૂચ-36, ખેડા-36, નર્મદા-36, પંચમહાલ-36, દાહોદ-32, આણંદ-29,  ગાંધીનગર કોર્પોરેશન-29, જામનગર-29, કચ્છ-26, મોરબી-26, સાબરકાંઠા-24, સુરેન્દ્રનગર-22, વલસાડ-21, અમરેલી-20, બનાસકાંઠા-19, ભાવનગર-18, જુનાગઢ કોર્પોરેશન-18, દેવભૂમિ દ્વારકા-16, નવસારી-15, છોટાઉદેપુર-14, અમદાવાદ-13 અને જુનાગઢમાં 10 કેસ નોંધાયા હતા.


કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 62,30,249 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,64,347 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 69,94,596 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,71,055 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

ગુજરાતમાં અઠવાડિયામાં નોંધાયાયેલા કેસ

તારીખ

નોંધાયેલા કેસ

મોત

3 એપ્રિલ 2815 13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8