ગાંધીનગર : ગુજરાત ભાજપ(Gujarat BJP)ના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે (C R Patil)ગુજરાત વિધાનસભા(Gujarat assembly)ની 182 બેઠકોની 2022માં યોજાનાર ચૂંટણી પૂર્વે 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ કારોબારીમાં 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વર્ષે આવનારી ચુંટણીઓ માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં યોજાનારી ચૂંટણી પૂર્વે 283 સભ્યોની બનેલી કારોબારીની જાહેરાત કરી છે. ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.




સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાનદાર વિજય મેળવ્યા બાદ હવે ગુજરાત ભાજપે પ્રદેશ મહામંત્રીઓને પણ ઝોનની ફાળવણી કરી છે.  તેમજ વિવિધ  મોરચાઓના પ્રદેશ પ્રમુખોનાં નામ જાહેર કર્યાં છે.  ગુજરાત ભાજપ(Gujarat BJP)માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ(C R Patil)ની પસંદગી બાદ છેલ્લા કેટલાક સમયથી વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂકને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી.  જો કે, આજે પાટીલ દ્વારા પ્રદેશ મહામંત્રીઓને વિવિધ ઝોનની ફાળવણી કરવાની સાથે વિવિધ મોરચાના પ્રમુખોના નામની જાહેરાત કરી હતી.



પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા(Pradipsinh vaghela)ને દક્ષિણ ઝોન, કર્ણાવતી મહાનગર અને પ્રદેશ કાર્યાલય, ભાર્ગવ ભટ્ટને મધ્ય ઝોન, રજનીભાઈ પટેલ(Rajni Patel)ને કચ્છ અને ઉત્તર ઝોન તથા વિનોદ ચાવડા(Vinod chavda)ને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ મીડિયા સહ કન્વીનર કિશોર મકવાણાને પ્રદેશના સહ પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે.


આ પહેલા 12 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનોના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા.