ગુજરાતમાં કોરોનાનાનો કહેર વધી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્ર પરિષદને સંબોધન કર્યું હતું. તેમાં તેમણે રાજ્યમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે તે માહિતી આપી હતી. ત્રણેય નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં 67 વર્ષના સ્ત્રી, 34 વર્ષના પુરૂષ અને 47 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિસ કેસનો આંકડો 58 પર પહોંચી ગયો છે. મહત્વની વાત છે કે, તમામ જિલ્લાઓમાં બે Covid-19 હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.




ઉલ્લેખનીય છે કે, સારવાર લઈ રહેલા 47 વર્ષના પુરૂષનુ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મોત થનાર વ્યક્તિને ડાયબિટિઝની પણ સમસ્યા હતી. ત્યારે હવે ગુજરાતમાં કોરોનાથી લોકોના મોતનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે. બીજી બાજુ તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઈન લોકોને ડિસ્ચાર્જ કરવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.



જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 19 હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે. 14 દિવસની સારવાર લીધા બાદ લોકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણ ન દેખાતા ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે.



આ ઉપરાંત કોરોનાના પોઝિટિવ કેસના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં પણ તેમને ડિસ્ચાર્જ કરવાની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવશે. 14 દિવસ બાદ ત્રણેય દર્દીઓને ઘર જવાની પરવાનગી આપવામાં આવશે.



13,742 લોકોનો 14 દિવસનો ક્વોરોન્ટાઇન સમય પૂર્ણ થયો છે. 657 લોકો સરકારી હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન હેઠળ છે. 18,497 હોમ ક્વોરોન્ટાઇન હેઠળ છે. 4,91,42,232 લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. 69,683 લોકો પ્રવાસી વિગત ધરાવે છે. ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ્સના 176 લોકો વિદેશ પ્રવાસ કર્યો છે. 176 લોકોમાં લક્ષણો જોવા મળ્યા છે.