Gujarat ByPoll Result:  દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પણ પરિણામો આજે જાહેર થશે. ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. લોકસભાની સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના આજે પરિણામ આવશે. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે.  


પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી છે. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે.  માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.  


કૉંગ્રેસે પોરબંદર બેઠક પર રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. વિજાપૂર બેઠક પર કૉંગ્રેસે દિનેશ પટેલ ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલને ટિકિટ મળી છે. માણાવદરમાં હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે.ખંભાત બેઠક પર મહેંદ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે. 


આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામ નજર બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. 


પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું


પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.


બીજો તબક્કામાં 26 એપ્રિલે  89 બેઠકો પર મતદાન થયું હતું


બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું.  દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.


ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું


ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


ચોથા તબક્કામાં 13 મેના રોજ  96 બેઠકો પર મતદાન થયું હતું


ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


પાંચમા તબક્કામાં  20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું


પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ  57 બેઠકો પર મતદાન થયું હતું


છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.


સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું


સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.