Surendranagar News: ચોટીલા-સાયલા નેશનલ હાઇવે પર કાર પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં દંપતીનું મોત થયું છે. રાજકોટ તરફથી આવતી ઈકો કારનું હાઇવે પર સાયલા પાસે અચાનક ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. સાયલાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વૃદ્ધ દંપતીને રિફર કરતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ મોત થયું હતું. જ્યારે અન્ય ચાર વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

ચોટીલાના કુંભારા ગામ નજીક આવેલા જુના રેલ્વે ટ્રેક નજીકથી લાશ મળી આવી છે. મૃતકની લાશ પર ઇજાઓના નિશાન જોવા મળતા હત્યા થઇ હોવાની આશંકા છે. ચોટીલા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.


MKB યૂનિવર્સિટીમાં પરીક્ષા ફીમાં એકાએક વધારો કરાતા વિદ્યાર્થીઓમાં રોષ


ભાવનગરમાં વિદ્યાર્થીઓને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની ગઇ છે. ભાવનગરમાં આવેલા ભાવનગર MKB યૂનિવર્સિટીમાં હવે ફી વધારાને લઇને મામલો ગરમાયો છે. MKB યૂનિવર્સિટીમાં એનરોલમેન્ટ ફી અને જુદા જુદા કોર્સમાં ફી વધારો કર્યો બાદ હવે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભુક્યો છે, અને ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે.  ભાવનગરની MKB યૂનિવર્સિટીમાં તંત્ર દ્વારા અગાઉ ફી વધારો કરવામાં આવ્યો હતો, હવે પરીક્ષા ફીમાં એકાએક 10%નો વધારો કરી દેવામાં આવ્યો છે. MKB યુનિવર્સિટી એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફી વધારો અને એનરોલમેન્ટ ફી વધારો કર્યા બાદ હવે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓને મોટુ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ફી વધારાને લઇને સેનેટ સભ્યનો આક્ષેપ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ખુશામત કરવા ઉપકુલપતિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ ના કરી શકે તે માટેનું કાવતરુ છે. સેનેટ સભ્ય અને વિદ્યાર્થીના પ્રતિનિધિએ પણ આ ફી વધારા સામે વિરોધ નોંધાવ્યો છે.


સુરતમાં વધુ એક ચકચારી ભરેલી દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડમાં મામાએ ભાણી પર દુષ્કર્મની આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. માહિતી પ્રમાણે, સુરતના ઓલપાડમાં કૌટુંબિક મામાએ પોતાની ભાણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત બહાર આવી છે. મામાએ પહેલા ભાણીને પોતાની પ્રેમ જાળમાં ફંસાવી હતી, ભાણી પરણીત હોવા છતાં 3 વર્ષથી તેને ભગાડી લઈ જઈ બરજબરીપૂર્વક પોતાની સાથે રાખીને તેનું શારીરિક શોષણ કરાયુ હતુ. યુવતીના ગુપ્ત ભાગે મરચાની ભુકી નાખી હતી. આ ઘટના બાદ યુવતીની તબિયત લથડતા સુરત સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ યુવતીના નગ્ન ફોટા પાડી સોશ્યલ મીડિયા પર વાયરલ કરીને તેને  બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. હાલ તો ઓલપાડ પોલીસે કૌટુંબિક મામા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.