એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે ભાવનગર, અમરેલી અને જૂનાગઢની નદીઓ અને નાળાં છલકાઈ ગયા હતા. ગઈકાલે જૂનાગઢના માળિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે તરસિગડા ગામે મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં પસાર થઈ રહેલું બળદ ગાડું આ પુરમાં તણાઈ ગયું હતું.
ગઈકાલે જૂનાગઢના માળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાના કારણે તરસિગડા ગામે મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલું બળદ ગાડું આ ઘોડાપુરમાં તણાવ્યું હતું.
આ પુરમાં ખેડૂત જંયતિભાઈ અને તેમના પતિ બળદ ગાડા સાથે તણાઈ ગયા હતા જોકે સદનસીબે ખેડૂત જંયતિભાઈ અને બળદનો બચાવ થયો હતો જ્યારે પત્ની ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ભાવનાબેન ધસમસતા પાણીમાં તણાતા તેમની શોધખોળ શરૂ કરી હતી જોકે તેમઓ મળ્યાં નહતાં.
ભારે શોધખોળ બાદ આજે સવારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયેલા ભાવનાબેનનો મૃતદેહ ભાખરવડ ડેમમાંથી મળી આવ્યો હતો.
જૂનાગઢ: નદીમાં ઘોડાપુર આવતાં બળદ ગાડા સાથે પતિ-પત્ની પણ ધસમસતા પાણીમાં તણાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2020 11:32 AM (IST)
ગઈકાલે જૂનાગઢના માળિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે તરસિગડા ગામે મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં પસાર થઈ રહેલું બળદ ગાડું આ પુરમાં તણાઈ ગયું
- - - - - - - - - Advertisement - - - - - - - - -