જામનગરમાં પ્રેમી યુગલે લખોટા તળાવમાં કૂદીને કરી લીધો આપઘાત, સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Dec 2019 09:48 AM (IST)
જામનગરના લખોટા તળાવમાં પ્રેમી યુગલે કર્યો આપઘાત. યુવક-યુવતીનો પરિવાર શોકમાં ગરકાવ.
જામનગરઃ શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૫માં રહેતા ૨૨ વર્ષીય યુવક અને ૧૭ વર્ષની તરુણીએ ગઈકાલે રાત્રે લાખોટા તળાવના પાછળના ભાગમાં સજોડે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. બંને એકબીજા સાથે પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડે બન્ને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બંને મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ શરૂ કરી છે. બંને એકબીજાના પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ક્યા કારણસર તેઓએ આ પગલું ભરી લીધું તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને લઇને બંને મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે ગમગીની છવાઇ ગઇ હતી.