Junagadh: જૂનાગઢમાં અભિનેત્રીઓના નામે કોરોના વેક્સિન સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જયા બચ્ચન, જુહી ચાવલા ઉપરાંત પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફના નામે કોરોના સર્ટિફિકેટ બનાવાયા છે. 100 ટકા ટાર્ગેટ પૂરો કરવા સર્ટિ ઈસ્યુ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે બાદ આરોગ્ય અધિકારીએ કહ્યું, જવાબદારો સામે પગલાં લેવાશે. હાલ સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. એ બી પી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં આરોગ્ય અધિકારીએ ચોકકસ તપાસ થશે તેમ જણાવ્યું છે.

અમેરિકામાં ફરી વધ્યા કોરોનાના કેસ, ચાર સપ્તાહમાં એક લાખ 30 હજાર બાળકો થયા સંક્રમિત

વિશ્વભરમાં કોરોના મહામારી સામે યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. ભારત સહિત મોટા ભાગના દેશોમાં કોવિડને લગતા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ સરકાર તેને રોકવા માટે દરેક પગલા લઈ રહી છે. આ દરમિયાન અમેરિકાથી આવી રહેલા રિપોર્ટે દરેક માટે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના  કારણે બાળકોમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થયો છે.

એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા 4 અઠવાડિયામાં 1 લાખ 30 હજાર બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. આ આંકડો વધે તેવી શક્યતા છે. અમેરિકામાં પુખ્ત વયના લોકોની સાથે બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવી છે, તેમ છતાં ત્યાં બાળકોમાં કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા છે. માહિતી અનુસાર, કોવિડ-19ની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં લગભગ 1.53 કરોડ બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ અનુસાર, લગભગ 80 ટકા અમેરિકન લોકો કે જેમને પહેલાથી કોવિડ થયો છે, તેઓ ફરી એકવાર આ પ્રકારથી સંક્રમિત થઈ શકે છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

મંગળવારે (21 ફેબ્રુઆરી) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, ભારતમાં 95 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે હવે એક્ટિવ  કેસોની સંખ્યા વધીને 1,921 થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે કોરોના  કેસોની સંખ્યા 4.46 કરોડ નોંધાઈ છે જ્યારે રિકવરી રેટ 98.81 ટકા નોંધાઇ છે. કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 4,41,42,460 થઈ ગઈ છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના કુલ 220.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Gujarat Budget 2023: ગુજરાત બજેટમાં પ્રવાસન વિભાગને અલગ વિભાગને મળી શકે છે દરજજો, જાણો વિગત