ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 1401 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 90.96 ટકા છે.આ સાથે અત્યાર સુધી કુલ 1,90,821 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.


રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે, જ્યારે 1,90,821 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 83 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,887 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,09,780 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1401 દર્દી સાજા થયા હતા અને 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 78,25,615 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.96 ટકા છે.