ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 230 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3301 પર પહોંચ્યો છે અને કુલ 151 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં જે નવા 230 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 178 કેસ, સુરતમાં 30, આણંદ-8, બનાસકાંઠા-1 ગાંધીનગર-2,નવસારી-1,રાજકોટ 4, વડોદરા 4, ખેડા 1 પાટણ 1 કેસ નોંધાયો છે.



આજે જે 18નાં મોત થયા છે તેમાં 8ના પ્રાથમિક રીતે કોરોનાને કારણે જ્યારે 10ના અન્ય બીમારીઓ અને હાઈરીસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3301 કેસ નોંધાયા છે, જેમાંથી 27 વેન્ટિલેટર પર છે, મૃત્યુઆંક 151 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 31 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા, 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા છે.