બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી સહકારી બેંકો પૈકીની એક બનાસ બેંકની ચૂંટણીમાં વડગામ બેઠક પર કેશરભાઈ ચૌધરીનો વિજય થયો છે. કેશર ભાઈ ચૌધરીએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતાં ચાર દિવસ પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ચૌધરીએ જીત મેળવીને પોતાની તાકાત પુરવાર કરી છે.
આ ચૂંટણીમાં બંને ઉમેવારો ને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળાતાં કેશર ચૌધરીની જીત થઈ છે. આ ચૂંટણીમાં 70 મતદારોએ મતદાન કર્યું હતું. કેશર ભાઈ ચૌધરી તેમજ સામે કેશરભાઈ વાયડા બંનેને 35-35 વોટ મળ્યા હતા.
કેશર ચૌધરીને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે 11 નવેમ્બરે સસ્પેન્ડ કર્યા હતા. પાટીલે ગુજરાતના ત્રણ ટોચના આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા ને તેમાં એક ચૌધરી હતી. બનાસ બેન્કની ચૂંટણીને મામલે ભાજપના ત્રણ દિગ્ગજ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાતાં ખળભળાટ મચ્યો હતો. પાટીલે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાઘ્યક્ષ તેજાભાઈ પટેલ ઉપરાંત વડગામ માર્કેટ યાર્ડ ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરી પક્ષમાંથી સસ્પેન્ડકર્યા હતા. ભાજપનો મેન્ડેડ હોવા છતાં કેશર ચૌધરીએ પોતાની ઉમેદવારી ચાલુ રાખતા આ ત્રણેય નેતાને સસ્પેન્ડ કરાયા હતા. ભાજપના દિગ્ગજ આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાતાં રાજકીય ભૂકંપ મચી ગયો છે.
કેશ ચૌધરી સહિત ત્રણેય નેતાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભારતીય જનતા પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની સભ્યોની ચૂટણીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા નિશ્ચિત થયેલાં નામો મુદ્દે તેજાભાઈએ બળવો કર્યો હતો. તેમણે ભારતીય જનતા પક્ષના સતાવાર ઉમેદવાર સામે ઉમેદવારી ચાલુ રાખી હતી. આ ઉપરાંત બેંકની ચૂટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી તેથી પાટીલે શિસ્તભંગના પગલાંરૂપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.