પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા સીએનજી રીક્ષા ચાલકોની પરેશાની વધી છે. આજથી  રાજ્યના રીક્ષા ચાલકો 36 કલાક સુધીની હડતાળ પર ઉતર્યાં છે.પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા સીએનજી રીક્ષા ચાલકોને પણ રોજગારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. CNG ભાવ વધારાના વિરોધમાં તેમજ પોલીસની રીક્ષા ચાલકોને કનડગત ના કરે તેવા અલગ અલગ મુદા સાથે રિક્ષા ચાલકો બે દિવસ 15 અને 16 નવેમ્બર સુધી હડતાળ પર ઉતર્યાં છે. .

ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ ડિઝલની કિંમતની સાથે CNG ભાવમાં વધારો થયો છે આ સ્થિતિમાં રીક્ષાચાલકો મિનિમમ ભાડું 20 રૂપિયા નિર્ઘારિત કરવાની માંગણી કરી રહ્યાં છે. ઉપરાંત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને થતી કનડગત મામલે પણ રીક્ષા ચાલકો નારાજ છે. આ સાથે રીક્ષા ચાલકોને નડતાં અનેક પ્રશ્નો મદ્દે ગઇકાલે રીક્ષા ચાલકોએ કાળી પટ્ટી બાંધીને તેમની માંગણીની રજૂઆત કરી હતી.

Continues below advertisement

સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રીક્ષા એસોશિયએશનને હડતાળને સમર્થન નથી આપ્યું. આ જિલ્લાના રીક્ષા ચાલકો હડતાળમાં નથી જોડાયા.

અગાઉ પણ રીક્ષા યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં રીક્ષા ચાલકોના આ તમામ મુદ્દે ચર્ચા થઇ હતી. યુનિયનની બેઠક સમયે જ 15 નવેમ્બર સુધી પ્ર્શનોનું નિરાકરણ ન આવતા હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Continues below advertisement

રીક્ષા ચાલકોની માંગણી ન સંતોષાતાં આખરે 15 અને 16 નવેમ્બર સુધી  સુધી રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. . જેના કારણે રાજ્યમાં આશરે 15 લાખથી વધારે રિક્ષાના પેંડા થંભી જશે. રીક્ષા ચાલકો ની 2 દિવસની હડતાળમાં ૨૦ જેટલા યુનિયન જોડાશે.. રીક્ષા યુનિયનના નિવેદન મુજબ જો  બાદ સરકાર નહિ જાગે અને રીક્ષા ચાલકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો રીક્ષા યુનિયને  21 નવેમ્બરથી  અચોક્કસ મુદત ની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળમાં રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો જોડાશે.

 વાહન વ્યવહાર મંત્રી દ્વારા તા. ૨ નવેમ્બર ૨૦૨૧થી રીક્ષા ભાડામાં વધારા સાથે મિનિમમ ભાડુ રૂ. ૧૫ હતા તેના બદલે મિનિમમ ભાડુ રૂ. ૧૮ કરવામાં આવ્યુ છે. જો કે, રીક્ષાચાલકો મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની માંગણી કરી રહ્યાં છે.