Cricket ODI World Cup 2023: ક્રિકેટ વિશ્વકપની ભારત પાકિસ્તાનની મેચની ડુપ્લીકેટ ટિકિટને રાજનીતિ શરૂ થઇ હતી. ગઢડા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કિશોર વેલાણીએ ટિકિટ મુદ્દે ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયા પર આરોપ લગાવ્યા હતા. જોકે આ મામલે ધારાસભ્યએ તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. 


ગઢડા શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોર વેલાણીએ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટીકિટ મામલે ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે આ મામલે ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને આરોપોને લઇને કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.


ગઢડા શહેરના કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ વીડિયો વાયરલ કરીને ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની મેચની નકલી ટિકિટ મામલે સંડોવણી હોવાના આક્ષેપ કર્યા હતા અને આ મામલે પોલીસ સ્ટેશન ખાતે તેમને નિવેદન આપવા જવું પડ્યુ હોવાના પણ આરોપ લગાવ્યા હતા. સાથે કિશોર વેલાણીએ ધારાસભ્યના રાજીનામા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.


ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપોને ફગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમને વૉટ્સએપ પર એક ટિકિટ મોકલવામાં આવેલી હતી જે ટિકિટ ભારત પાકિસ્તાનના મેચની હતી અને તે ટિકિટ સાચી છે કે ખોટી તેની ખરાઇ કરવા કહ્યું હતું.  હોય જે ટિકિટ સાચી છે કે ખોટી તે ખરાઈ કરવા જણાવેલ જે બાબતને લઈ વૉટ્સએપ પર ટિકિટ મોકલનાર વ્યક્તિ પરિચિતમાં હોય જેને લઇ શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા પોતાને ટિકિટ સાચી છે કે ખોટી તેની કોઈપણ પ્રકારની માહિતી ન હોય મેચના સ્થળ પર પહોંચી જવાબદાર અધિકારી હોય તેમને ટિકિટ બતાવી ખરાઈ કરવા જણાવતા તે વ્યક્તિ ત્યાં પહોંચ્યો હતો, અને સ્ટેડિયમ પર જોધાણી નામની જવાબદાર વ્યક્તિ દ્વારા મોબાઈલ પર ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સાથે વાતચીત દરમિયાન ટિકિટ ડુપ્લીકેટ હોવાનું જણાવ્યુ હતુ, જે બાબતે ધારાસભ્ય દ્વારા ટિકિટ ખરીદનાર વ્યક્તિને કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે જઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. 


જે બાબતે ધારાસભ્ય દ્વારા કૃષ્ણનગરના પીઆઈ સાથે પણ આ મામલે વાતચીત કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ અન્ય પોલીસ કાફલા દ્વારા તાત્કાલિક ધોરણે આ વાતની ગંભીરતાને લઈ ટિકિટ ખરીદનાર વ્યક્તિએ જણાવેલ લોકેશન પર પહોંચી હતી, પોલીસ દ્વારા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી તેવું ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા જણાવવામાં આવેલું હતુ, જે અંતર્ગત એક ધારાસભ્ય તરીકે મેં સારી કામગીરી કરેલી છે અને રાજ્યની અંદર કરતા કાળા બજારીયા ઓને મેં ખુલ્લા પડેલા છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરીને લઈ મારા પર આ પ્રમાણેના ગંભીર આરોપ લગાવવામાં આવેલા છે જે આરોપો તદ્દન પાયા વિહોણા છે શહેર કોંગ્રેસ પ્રમુખના પોલીસ સ્ટેશન પર જવાના આક્ષેપ સામે પોલીસ સ્ટેશન પર ગયેલ જ નથી, અને માત્ર ને માત્ર ફેક ન્યૂઝના આધાર પર શહેર કોંગ્રેસના પ્રમુખ નિવેદન કરતા હોય તેમને સાચી માહિતી મેળવવી જોઈએ તેવી ધારાસભ્ય દ્વારા ટકોર સાથે ચીમકી ઉચ્ચારવામા આવેલી છે. મારા પર આ પ્રમાણેના ગંભીર લગાવેલા આરોપને લઈ આવતા દિવસોની અંદર કાયદેસરની કાર્યવાહી સાથે જરૂર પડીએ બદનક્ષીનો દાવો પણ હું કરીશ તેવું જણાવેલું છે.