Crime: મહીસાગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, અહીં એક એવો પ્રેમી પોલીસના હાથે ચઢ્યો છે, જે એકતરફી પ્રેમમાં પાગલ હતો અને તેને યુવતીની છેડતી કર્યા બાદ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ બનાવ મહિસાગર જિલ્લાના જુફરાલી ગામમાં બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, હાલમાં જે ઘટના સામે આવી છે, તે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુફરાલી ગામની છે, અહીં જુફરાલી ગામમાં એકતરફી પ્રેમીએ પોતાની પસંદગીની યુવતીની હત્યાની કોશિશ કરી છે, ખરેખરમાં ઘટના એવી છે કે, અહીં જુફરાલી ગામે એક પ્રેમી એક યુવતીના પ્રેમમાં એટલો બધો પાગલ હતો કે, જ્યારે તે યુવતીને સગાઇ અન્ય યુવક સાથે થઇ તો તે ગુસ્સે ભરાઇ ગયો હતો, આ પ્રેમ એકતરફી પ્રેમમાં અંધ હતો. પાગલ પ્રેમીનું નામ વિજય ઠાકોર છે અને તે લુણાવાડા તાલુકાના જુફરાલી ગામે રહે છે, આ ઘટના બાદ તે વહેલી સવારે યુવતીના ઘરે જઇ ચઢ્યો હતો, અને ત્યાં જઇને યુવતીને કહ્યું કે, હું તને મનોમન ચાહુ છુ, પસંદ કરું છુ અને તે તારી સગાઇ અન્ય યુવક સાથે કરી છે, તે તોડી નાંખ, બસ આટલુ કહ્યા બાદ પ્રેમી વિજય ઠાકોરે યુવતીને છેડતી કરી હતી, છેડતી કર્યા બાદ પાગલ પ્રેમીએ યુવતી પર ચપ્પૂના ઘા મારી જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટના બાદ પોલીસે પાગલ પ્રેમી આરોપી વિજય ઠાકોરને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિજય ઠાકોર ચારણગામમાં શેઠના ત્યાં પૈસા લેવા આવ્યો તે દરમિયાન પોલીસની પકડમાં આવી ગયો હતો. હાલ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પત્ની અને બે બાળકોને તલવારના ઘા કરી મારી નાખ્યા બાદ ખુદ પતિએ પણ કરી લીધી સુસાઇડ
શનિવારે મોડી રાત્રે ઉજ્જૈનના બદનગર પાસેના બાલોદર્ક ગામમાં એક સનસનાટીભરી ઘટના બની હતી. એક પિતાએ તેમના બે બાળકો અને પત્નીની તલવારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી અને પછી પોતાનું ગળું કાપી નાખ્યું. જેના કારણે તેનું પણ મોત થઇ હતું. જ્યારે 2 બાળકોએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઉજ્જૈનથી એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બાલોદરક ગામમાં દિલીપ સિંહ નામનો વ્યક્તિ તેની પત્ની અને ચાર બાળકો સાથે રહેતો હતો. શનિવારે રાત્રે દારૂ પીને ઘરે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે દિલીપની પત્ની ગંગાબાઈએ કૂતરાને ઘરમાં ઘૂસતા અને તેને મારતા અટકાવ્યા હતા. દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના પર દિલીપે ગંગાબાઈનું ગળું કાપી નાખ્યું હતું.
બચાવ માટે આવેલા બાળકોને મારી નાખ્યા
માતાને પિતાના હાથે માર ખાતા જોઇને દરમિયાનગીરી કરવા આવેલા પુત્ર યોગેશ અને પુત્રી નેહાને પણ માર મારવામાં આવ્યો હતો. આ જોઈને બે બાળકો દેવેન્દ્ર અને બુલબુલ ઘરની છત પર પહોંચ્યા અને ત્યાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. જો કે સમગ્ર ઘટના બાદ દરમિયાન દિલીપે તેનું ગળું પણ કાપી નાખ્યું હતું. સમગ્રની ઘટાની જાણ પાડોશીઓને થતાં પોલીસને જાણ કરી હતી.
આ કારણ આવ્યું સામે
પોલીસના જણાવ્યા અનુસાર દિલીપે હાલમાં જ કેટલીક જમીન વેચી હતી. તેની પાસે ત્રીસ લાખ રૂપિયા હતા. તે સટ્ટાબાજી પણ કરતો હતો અને ભૂતકાળમાં મોટી રકમ હારી ગયો હતો. આ બાબતે ઘરમાં ઝઘડો ચાલતો હતો. હાલ પોલીસ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે.