Crime: ગુજરાતમાં ફરી એકવાર યુવા ધનને નશાના રવાડે ચઢાવવાનું ષડયંત્ર એસઓજીએ પકડી પાડ્યુ છે, એસઓજીની ટીમની કાર્યવાહીમાં કચ્છમાથી ફરી એકવાર 20 પેકેટ ચરસનો જથ્થો પકડાયો છે. આની કિંમત લગભગ 53 લાખથી વધુની છે. 


મળતી માહિતી પ્રમાણે, કચ્છમાંથી આજે સવારે એસઓજીની ટીમે બતામીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત હજુ પણ યથાવત રહ્યો છે. બીએસએફ બાદ પશ્ચિમ કચ્છ SOGએ આ દરિયાઇ પટ્ટીમાંથી ચરસના 20 પેકેડ પકડ્યા છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં SOGની ટીમ જ્યારે પેટ્રૉલિંગ કરી રહી હતી, તે દરમિયાન અબડાસાના કૉસ્ટલ વિસ્તારમાંથી 20 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. પકડાયેલો આ ચરસના જથ્થાની બજાર કિંમત 53,43,900 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બીએસએફની ટીમને પણ કચ્છના જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 પકેટ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, આજે ફરી એકવાર ચરસના પેકેટ મળવાની ઘટનાને લઇને એજન્સીઓ દ્વારા પેટ્રૉલિંગની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. 


ગઇકાલે BSF એ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ પકડ્યા હતા


કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું છે. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરોઈનનું પણ એક પેકેટજપ્ત કરાયું છે.  જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી 1 કિલોગ્રામના એવા 10 ચરસના પેકેટ અને એક કિલો હેરોઈન ડ્રગ્સનું પેકેટ મળ્યા છે.  એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ચરસના 50 પેકેટ અને હેરોઈનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ હાઈ એલર્ટ છે ત્યારે આ પેકેટ ઝડપાઈ રહ્યા છે.



રવિવારે અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલ ખીદરત બેટ નજીક ફરી એક વખત ચરસના 10 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. કચ્છના દરિયામાં ભરતી હોય ત્યારે વહેણ સાથે દરિયામાંથી જ અફઘાન બનાવટના ચરસના પેકેટો તરતાં મુકી દેવાય છે. આ પ્રકારે કચ્છના જખૌ આસપાસના બેટ વિસ્તારોમાં પહોંચી ચૂકેલા ચરસના ઘણા પેકેટ્સ અત્યાર સુાધીમાં સીમા સુરક્ષા દળની ટૂકડીઓ પકડી ચૂકી છે.