Crime News:  નવસારી પોલીસને મોટી સફળતા મળી હતી. નવસારીમાં અપહરણ કરવામાં આવેલી કિશોરીને પોલીસે અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. પોલીસે કિશોરીને 48 કલાકમાં છોડાવી હતી. આરોપીએ કિશોરીના પિતા પાસે એક કરોડની ખંડણીની માંગ કરી હતી. જો કે LCBની ટીમે 48 કલાકમાં જ આરોપીને દિલ્હી લખનઉ રોડ પરથી દબોચી લીધો હતો અને કિશોરને છોડાવી હતી. ગણદેવીમાં બજારમાંથી કિશોરીનું અપહરણ કરાયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કેસ ઉકેલ્યો હતો.


એલસીબીએ ત્રણ ટીમ બનાવી હતી અને ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે આરોપીને દિલ્હી લખનઉ રોડ પાસેથી ઝડપી લીધો હતો. LCBની ટીમ દિલ્હીથી રવાના થઇ હતી.


બીજી તરફ સુરત પોલીસે એક બાળકીને નરાધમની ચુંગાલમાંથી બચાવી હતી. શહેરના પુણા વિસ્તારમાં ઝારખંડના એક યુવકે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપીનો ઈરાદો બાળકી પર દુષ્કર્મ આચરવાનો હતો પરંતુ બાળકીના માતા-પિતાએ પોલીસને જાણ કરતાં જ પોલીસ એક્શનમાં આવી અને CCTVના આધારે આરોપીને દબોચી લીધો હતો.


સુરતના પુણા વિસ્તારમાં દુષ્કર્મના ઇરાદે 5 વર્ષની બાળકીનું અપહરણ કરનાર નરાધમ ઝડપાઇ ગયો હતો.  મૂળ ઝારખંડનો આરોપી બાળકીને ફોસલાવી લઇ ગયો હતો. જો કે માતાપિતાની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો. સીસીટીવી ફુટેજથી આરોપીનું પગેરુ મેળવી બાળકીને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી હતી.


બીજી તરફ સુરતમાં જ  દિવાળીના તહેવારોની વચ્ચે જૂથ અથડામણની ઘટના ઘટી છે, અહીં લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગઇકાલે જૂથ અથડામણ થયુ જેમાં એક જૂથે બીજા જૂથ પર હથિયારથી હૂમલો કરી દીધો હતો, આ સમગ્ર ઘટના જુની અંગત અદાવતના કારણે ઘટી હોવાની સામે આવ્યુ છે, હાલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ગઇકાલે એક જૂથ અથડામણની ઘટનાથી પોલીસ દોડતી થઇ હતી. શહેરના લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે એક નજીવી બાબતે જોરદાર મારામારી થઇ હતી, આ પછી સામ-સામે ફરિયાદો દાખલ કરાવાઇ હતી. ખરેખરમાં, આ ઝઘડો જુની અદાવતનો છે, થોડાક સમય પહેલા એક ઝઘડામાં એક વ્યક્તિને પાસાની સજા થઇ હતી, જેનો ખર્ચો માંગતા આ મામલો બિચક્યો હતો.