Crime: રાજ્યમાં ક્રાઇમની વધુ એક ઘટના સામે આવી છે, અંબાજી -પાલનપુર હાઇવે પરથી આજે પોલીસે બાતમીના આધારે 2 લાખ રૂપિયાનો દારુનો જથ્થો જપ્ત કર્યો છે. માહિતી છે કે, આજે સવારે બનાસકાંઠામાંથી પસાર થતાં અંબાજી- પાલનપુર હાઇવે પર સ્વિફ્ટ કારમાં બે શખ્સો દ્વારા દારૂની હેરાફેરી કરતાં હતા, આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી, અને તેના આધારે હાઇવે પર પોલીસના સ્ટેટ મૉનિટરિંગ સેલે વૉચ ગોઠવીને સ્વિફ્ટ કારમાં તપાસ હાથ ધરી જેમાંથી 1487 બૉટલનો વિદેશી દારૂ અને 96 બિયરની બૉટલ ઝડપાઇ હતી, આની કિંમત અંદાજિત 2 લાખ રૂપિયાની છે. સ્ટેટ મૉનિટરિંગ સેલે આ દરોડામાં કુલ 1 લાખ 80 હજારનો દારૂ, ગાડી સહિત 5 લાખ 80 હજારના મુદ્દામાલને કબજે લીધો હતો, અને બાદમાં અંબાજી પોલીસને સોંપ્યો હતો.
રાજકોટ LCBની મોટી કાર્યવાહી
શહેરમાં પોલીસની ટીમે એક મોટા ગુનાનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં વિદેશી દારુના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે. આજે રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે અચાનક દરોડા પાડીને લગભગ 7 લાખની કિંમતના વિદેશી દારુના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. રાજકોટમાં આજે રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે બૂટલેરો સામે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન શહેરના વીંછીયા પાળીયાદ રોડ પરથી પસાર થઇ રહેલી એક પીકઅપ વાનને રોકી હતી, આ પીકઅપ વાનમાં બે શખ્સો દ્વારા વિદેશી દારુની હેરાફેરી કરવામાં આવતી હતી. વીંછીયા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા પણ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. વીંછીયા પાળીયાદ રોડ પરથી બૉલેરો પીકઅપ વાનમાંથી વિદેશી દારુની 743 બૉટલો મળી આવી હતી. કાર્યવાહીમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 743 બૉટલ અને પીકઅપ વાન કુલ 7.82.130 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આ સાથે જ રાજકોટ ગ્રામ્ય LCB બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લક્ઝૂરિયસ કારમાં દારુની ખેપ મારતા ડૉક્ટર સહિત બે લોકો ઝડપાયા
સુરતના ઉધનામાંથી વિદેશી દારુની હેરાફેરી કરતાં બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બે આરોપીઓમાં એક ડૉક્ટર પણ સામેલ છે. માહિતી પ્રમાણે, આજે સવારે પીસીબી પોલીસે જહાંગીરપુરા દાંડી ફાટક ચાર રસ્તા પાસેથી એક લક્ઝૂરીયર્સ કારમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, આ દારુની કિંમત 90 હજારની કિંમતનો હોવાનું બહાર આવ્યુ છે, આ દારુની હેરફેર ડો.ઉમેશ તથા સંદીપ પટેલ કારમાં કરી રહ્યાં હતા. પોલીસે કારમાંથી રૂપિયા ૯૦ હજારનો વિદેશી દારૂનો જથ્થા ઉપરાંત બે મોબાઈલ ફોન તેમજ કાર મળી કુલ રૂપિયા ૧૮,૯૫,૬૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Join Our Official Telegram Channel: