ગાંધીનગરઃ હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત પર બનેલા સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.



ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી, મુંન્દ્રા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.



 


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ


છેલ્લા 24 કલાકમાં વલસાડ અને પારડીમાં સાત ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કામરેજ, ખેરગામમાં છ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં પલસાણા, ધરમપુર, વાપીમાં સાડા પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ઉમરગામ, વાલોડમાં પાંચ પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કેશોદ, વિસાવદર, કુતિયાણામાં ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કોડિનાર, વ્યારા, ચીખલી, સોનગઢમાં ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વાલોડ, ડોલવણ, જૂનાગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કપરાડા, ખંભાળીયા સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સરસ્વતિ, બોડેલી, વાંસદામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ઉપલેટા, આહવા, માંગરોળમાં ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વઘઈ, ગણદેવી, સુત્રાપાડામાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર, ધોરાજી, સુરત શહેરમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બરવાડા, મોરવાહડફ, વેરાવળમાં બે બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં પાટણ, તાલાલા, કડીમાં બે બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ચાણસ્મા, વંથલી, ડેડીયાપાડામાં દોઢ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મેંદરડા, ગોધરા, બગસરામાં દોઢ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં માણાવદર, જામકંડોરણામાં દોઢ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ભેંસાણ, સિદ્ધપુર, માલપુરમાં દોઢ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જોડીયા, શિનોર, ઉમરેઠમાં દોઢ ઈંચ વરસાદ


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial