અમદાવાદઃ ગુજરાતના મુખ્ય શહેર એવા અમદાવાદ, રાજકોટ અને સુરતામાં લગાવવામાં આવેલ કરફ્યૂ આજે પૂરું થઈ ગયું છે. એટલે કે 15મી એપ્રિલથી લાગુ કરવામાં આવેલ કરફ્યૂમાંથી આજે સવારે અમદાવાદ, રાજકોટ અને સુરતના વિસ્તારો મુક્ત થયા છે.


જોકે કરફ્યૂ મુક્ત થયા બાદ લોકડાઉન યથાવ છે જેના કારણે કરફ્યૂમાં આપામાં આવેલી 1થી 4 વાગ્યા સુધીની છુટછાટ આપવાની આવી હતી તે રદ થઈ છે. પરંતુ લોકડાઉન ચાલુ હોય કોઈપણ વ્યક્તિ કામ વગર ઘરની બહાર નીકળી નહીં શકે.

પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો કડક અમલ થશે અને કામ વગર બહાર નીકળી શકાશે નહીં અને બીન જરૂરી નીકળનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં કરફ્યૂ અંગે પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, કરફ્યૂ મુક્તી અપાઈ છે જે સરકારી, મેડિકલ સહિતના ચોક્કસ લોકોને લોક ડાઉનમાં છુટછાટ અપાઈ છે તે યથાવત રહેશે પરંતુ લોકડાઉન યથાવત છે તેથી કામ વગર બહાર નિકળનાર લોકોને છોડવામાં આવસે નહીં અનેતેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ રાજકોટ અને સુરતમાં પણ કરફ્યૂ મુક્તિ અપાઈ છે. સાથે જ ગુજરાતના ડીજીપીએ લોકડાઉનનો કડક પગલા ભરવાની તાકીદ કરી છે.