રાજ્યના ત્રણેય શહેરોમાં 24 એપ્રિલ સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે. અમદાવાદમાં કર્ફ્યૂ લગાવ્યા બાદ 1173 કેસો પૈકી 912 કેસ કર્ફ્યૂ વિસ્તારના છે. સુરતમાં 244 કેસ પૈકી 154 કેસ કર્ફ્યૂ વિસ્તારના સામે આવ્યા છે. રાજકોટમાં પણ 38 પૈકી 33 કેસ કર્ફ્યૂ વિસ્તારમાંથી સામે આવ્યા છે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું રાજ્યના ત્રણેય શહેરના આ વિસ્તારમાં 24 તારીખ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લંબાવાયું છે.
21 એપ્રિલ સુધી કર્ફ્યૂ હતું જેની તારીખ લંબાવવામાં આવી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં જે મોત થયા છે તેમાં વધુ પડતા મોત હોટસ્પોટ વિસ્તારના છે.