રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા જતાં સંક્રમણ અંગે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. ટેસ્ટિંગ, સારવાર અને સંક્રમનને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ વિસ્તારમાં આ બાબતોનું ધ્યાન રાખવા અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓ સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી કરવા મુખ્યમંત્રીએ આ નિમણૂંક કરવામાં આવી છે.
પૂનમચંદ પરમારને રાજ્યમાં જે દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે તેમના અંગે મોનિટરિંગની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.
મુકેશ પુરીને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં થઈ રહેલ કોવિડ-19ની કામગીરીની મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપાઈ છે.
એ.કે.રાકેશને અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં કોરોનાના સંક્રમણને અટકાવવા અને કોવિડ-19ની સારવાર અંગે મોનિટરિંગની જવાબદારી સોંપાઈ છે.
વિનોદ રાવને વડોદરા જિલ્લા અને શહેરમાં મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે.
નિલિપ્ત તોરવાણેને અમદાવાદ સિવિલ અને મેડિસિટી હિસ્પિટલોની જવાબદારી સોંપવામાં આવી છે.
મનીષા ચંદ્રાને સમગ્ર રાજ્યમાં કોવિડ-19 અંગે ટ્રેકિંગની કામગીરી સોંપવામાં આવી છે.
જેનુ દેવાનને સુરત જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
દિલીપ રાણાને કોવિડ-19 અંગે અમદાવાદમાં કોવિડ કેર સેન્ટરોની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કયા અધિકારીને કઈ જવાબદારી સોંપાઈ? જાણો આ રહ્યું લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2020 04:03 PM (IST)
રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા જતાં સંક્રમણ અંગે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. રાજ્યના તમામ વિસ્તારમાં આ બાબતોનું ધ્યાન રાખવા અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -