કચ્છ: કચ્છના મુન્દ્રામા ACBએ મોટી કાર્યવાહી કરી છે.  કસ્ટમ સુપ્રિટેન્ડન્ટને  લાંચ લેતા ઝડપી લીધા છે. કચ્છમાં કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ  એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.  ACBની ટ્રેપમાં કુલ 2 વ્યક્તિઓ પકડાયા છે. હાલ તો આ સમગ્ર લાંચ કેસને લઈ કચ્છ પંથકમાં ચકચાર મચી ગઈ છે. ACBની ટીમે આ લાંચ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. 


આક્ષેપિત :- 


(૧) શૈલેષભાઇ મનસુખભાઇ  ગંગદેવ, સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ વર્ગ-૦૨  , મુન્દ્રા, કચ્છ.


(૨) આલોકકુમાર શ્રીલક્ષમીકાંન્ત દુબે  ,  સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ (પ્રિવેન્ટીવ વિભાગ) મુન્દ્રા  વર્ગ-૦૨,કચ્છ


(૩) રમેશભાઇ ગોપાલભાઇ ગઢવી, પ્રજાજન મુન્દ્રા કચ્છ.


લાંચની રકમ:- રૂા.1,00,000


લાંચની સ્‍વીકારેલ રકમ :- રૂા.1,00,000


લાંચની રકમની રીકવરી :- રૂા.1,00,000


ટ્રેપની તારીખ :- 26-02-2024


ટ્રેપનું સ્‍થળ :- મુન્દ્રા પોર્ટ       


ગુનાની વિગતો


ફરીયાદીએ વિદેશથી  હેન્ડ બેગોનો આયાત ઓર્ડર આપેલો હતો. જે હેન્ડ બેગોનું કન્ટેનર મુંન્દ્રા પોર્ટમાં આવ્યું હતું.  આ કામના આક્ષેપિત (1) (2) (3) નાઓએ  ફરીયાદીના કન્ટેનર બાબતે વધુ કવેરી નહી કાઢી તેમનું કન્ટેનર પોર્ટ ખાતેથી પાસની કાર્યવાહી કરાવવાના ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી રૂ.1, 00, 000 /- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને  જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ કચ્છ(પશ્વિમ) ACB પો.સ્ટે. ભુજમાં સંપર્ક કરી ફરીયાદ કરતા આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન ફરીયાદી સાથે આક્ષેપિત નં.1 અને 3 નાઓએ રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી તથા આક્ષેપિત નં.1 નાઓએ આક્ષેપિત નં.2 સાથે ફોનથી લાંચ બાબતે વાતચીત કરી લાંચના નાણા લેવા બાબતે સંમતિ આપી હતી.  આક્ષેપિત નં.1 નાઓએ લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી ત્રણેય આક્ષેપિતો પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.   


દાહોદમાં ASI 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા

લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં ઘણા લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતાં ASI લાંચ લેતા એસીબીની છટકામાં ઝડપાયા હતા. ASI નારાયણ સંગાડા રૂ.10,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. ગ્રામ્ય પોલીસ મથકમાં કરેલી અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. ગાંધીનગર ACB એ લાંચ લેતા ASI તેમજ પટાવાળા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેને દાહોદ એસીબી કચેરી ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.