સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદના તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  ભારે વરસાદને પગલે ગાંધીધામ-કંડલા હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ વાવાઝોડામાં કચ્છમાં સૌથી વધુ નુકસાન થતું જોવા મળ્યું છે. સવારના છ વાગ્યા સુધીના અહેવાલ અનુસાર કચ્છ જિલ્લામાં અત્યારસુધી 304 વૃક્ષ ધરાશાયી થયાનું નોંધાયું છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 192 વીજપોલ પડ્યાનું નોંધાયું છે. કચ્છ જિલ્લાના 406 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હોવાનું નોંધાયું છે.




વાવાઝોડું પસાર થયા બાદ કચ્છની સ્થિતિ અતિશય ખરાબ થઇ છે. માંડવી, મુન્દ્રા, જખૌ, નલિયા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. માંડવી,ગાંધીધામ,અંજારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.


કચ્છના તમામ તાલુકાઓમાં વીજપોલ ધરાશાયી થયા હતા. દ્વારકા અને ઓખામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા.  દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં વીજળી ગુલ થઇ હતી. ભૂજથી મુન્દ્રા માર્ગ પર અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયાથી ભૂજના રસ્તા પર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી માંડવીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંડવીના અનેક વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા.




વાવાઝોડું પસાર થયા બાદ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડું પસાર થયા બાદ પણ કચ્છમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. મુંન્દ્રામાં 65, તો નલિયામાં 75 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કંડલા એયરપોર્ટ પર 41 કિ.મી, ભૂજમાં 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.  


વાવાઝોડાના કારણે કચ્છ, દ્વારકા અને જામનગરમાં નુકસાન થયું છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. મોરબીના નવલખી બંદર પાસે પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.કચ્છ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં 8 ઇંચ, ભુજમાં 6 ઇંચ, અંજાર-મુંન્દ્રામાં 5 ઇંચ, ભચાઉ-માંડવીમાં અઢી ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, અબડાસામાં દોઢ ઇંચ, રાપરમા એક ઇંચ વરસાદ નોંધાયો હતો.


મોરબીમાં વરસાદ


મોરબી શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં વરસી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા ની અસર મોરબી જિલ્લા અને શહેર પર આફત બની છે. મોરબીના નવલખી બંદર નજીક પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. નવલખી બંદર, ઝિંઝડા, વર્ષા મેડી, મોટા દહિસરા, નાના દહિસર, લવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે