કચ્છઃ સૌથી ખતરનાક રૂપ લઇ રહેલા બિપરજૉય વાવાઝોડાથી હવે ગુજરાત માટે ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગે આવતીકાલે બિપરજૉય ગુજરાતના દરિયા કાંઠે ટકરાવવાની આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડુ આવતીકાલે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે, આ દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, અને તેની ઝડપી 150 કિમીની રહેશે. હવામાન વિભાગ અનુસાર, બિપરજૉય વાવાઝોડું આવતીકાલે 4 થી 8માં ટકરાઇ શકે છે. માંડવી અને કરાંચીની વચ્ચેથી વાવાઝોડું પસાર થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થશે ત્યારે પવનની ગતિ 150 કિ.મીની રહેવાની આગાહી કરવામાં આવી છે


બિપરજોય તોફાન અગાઉ કચ્છનો દરિયો તોફાની બન્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં 15 ફૂટથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં લંગારાયેલી બોટ ફૂટબોલની જેમ ફંગોળાઇ હતી. દરિયાકાંઠાના મકાનોના છાપરા ઉડ્યા હતા.


બીજી તરફ લક્કીનાળામાં બીએસએફની 4 બોટ ફસાઇ જતા ક્રેઇનથી મદદથી બહાર કઢાઇ હતી. કોટેશ્વરના સાગરમાં આવેલા લક્કીનાળામાં બીએસએફની ચાર બોટ ફસાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ક્રેઇનથી મદદથી તમામ ચારેય બોટને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.


બિપરજોય વાવાઝોડાએ ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી છે. હાલ કચ્છમાં બાગાયતી પાક ખારેકની સીઝન છે. વાવાઝોડાના કારણે મજૂરો ના મળતા ખેડૂતોએ ખારેકનો પાક હજુ સુધી ના ઉતરતા ખેડૂતોની ચિંતા વધી છે. માંડવીમાં ભારે પવન ફૂંકાવવાના કારણે પાકેલી ખારેક નીચે પડતાં ખેડૂતોને નુકસાન થયું હતું.


આ 8 જિલ્લા સૌથી વધુ થશે પ્રભાવિત


હવામાન વિભાગના અનુમાન મુજબ બિપરજોય વાવાઝોડુ  આવતીકાલે સાંજે જખૌ પાસે લેન્ડ ફોલ થશે. આ સમયે પવનની ગતિ 125થી 135 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે.  પવનની ગતિ અને તોફાનીની તીવ્રતાને જોતા હવામાન વિભાગે કચ્છમાં મોટાપાયે નુકસાનની આશંકા વ્યક્ત કરી છે.


હવામાન વિભાગે વાવાઝોડાની અસરના કારણે કચ્છ, દ્વારકામાં ભારે  અતિશય વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના આઠ જિલ્લા પર સૌથી વધુ અસર થશે. 8 જિલ્લાને એલર્ટ કરવામા આવ્યાં છે. જેમાં  પોરબંદર, જુનાગઢ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ એલર્ટ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમામ મુજબ માત્ર 27 કલાકથી ઓછા સમયમાં ટકરાવવાનું છે વાવાઝોડું હાલ જખૌ તટથી  માત્ર 280 કિ.મી દૂર છે. તો દ્વારકાથી 290 કિ.મી દૂર છે. નલિયાથી 300 કિ.મી અને  દુર છે.


પોરબંદરથી વાવાઝોડું 350 કિ.મી દૂર  છે. વાવાઝોડું ટકરાશે ત્યારે 125થી 135 કિ.મીની ઝડપે પવનની ગતિ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું સૌથી વધુ કચ્છમાં વિનાશ નોતરશે. કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે. વાવાઝોડાની અસરના કારણે સમગ્ર રાજ્ય ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે