Cyclone Biparjoy Live: વાવાઝોડાના સંકટ પર PM મોદીએ CM ભૂપેંદ્ર પટેલ સાથે કરી વાત, તંત્રની સજ્જતા અંગે વિગતો મેળવી

બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે.

gujarati.abplive.com Last Updated: 12 Jun 2023 11:06 PM

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.  બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગે વિગતો મેળવી છે.  આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી માહિતી આપી છે.  


મુંબઈના જુહુ બીચ પર 6 લોકો દરિયામાં ગરકાવ

મુંબઈના જુહુ બીચ પર 6 લોકો નહાવા ગયા હતા. ઉંચા મોજાંને કારણે તમામ લોકો વહી ગયા હતા. હાજર લોકોએ બે લોકોને બચાવી લીધા હતા. પરંતુ ચાર લોકો ગુમ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બાયપરજોયને કારણે તરંગો વધી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર

બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર થઈ છે.  મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી છે.   ઓખાથી ઉપડતી અને ઓખા સુધી જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી ટૂંકાવી દેવામાં આવી છે.  બિપરજોય વાવાઝોડાની અસરથી પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે.

નવા બંદર દરિયાકાંઠે 15 થી 20 ફૂટ સુધી મોજા ઉછળી રહ્યા છે

બિપરજોય વાવાઝોડાને  લઈને  દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.  ઉનાના નવા બંદર દરિયાકાંઠે 15 થી 20 ફૂટ સુધી મોજા ઉછળી રહ્યા છે. ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. 

PM મોદીએ ચક્રવાત બિપરજોય સામેની તૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી

પીએમ નરેન્દ્ર મોદીએ લગભગ 1 કલાક સુધી સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપતા કહ્યું હતું કે, નુકસાન થવાના કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સજ્જતા સાથે આવશ્યક સેવાઓની જાળવણીની ખાતરી કરવામાં આવે. પીએમની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું 15 જૂને બપોરના સમયે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માંડવી અને કરાચી વચ્ચેના જખૌ બંદર નજીક ત્રાટકશે.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો

અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. 

પોરબંદરથી 310 કિલોમીટર દૂર

બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે.  વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે.

બ્રેકગ્રાઉન્ડ

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે.  વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  વાવાઝોડને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ વરસ્યો છે. 


માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળ્યા


જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માંગરોળના શેરીયાજ બંદરમાં વહેલી સવારથી મોજા ઉછાળતા જોવા મળ્યા હતા.  તંત્ર દ્વારા અહીંથી કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. બીજી તરફ જૂનાગઢ જિલ્લાની જવાબદારી સંભાળનાર મંત્રી જગદીશભાઈ પંચાલ માંગરોળ પહોંચ્યા હતા. અહીં માછીમારો અને અધિકારીઓ સાથે તેઓએ બેઠક યોજી હતી. વાવાઝોડાની અસર અંગે પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં દરિયા કિનારે રહેતા લોકોના સ્થળાંતર, ફાયર, આરોગ્ય, લાઈટ અને પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી. 24  સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી હોવાની માહિતી અપાઈ હતી. બપોર બાદ માંગરોળ અને આસપાસના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ શરુ થયો હતો.


અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ


બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે. 


અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. 


ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ


ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.