Cyclone Biparjoy Live Updates: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
બિપરજોય વાવાઝોડુ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી.
વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન સામે આવ્યું છે. દ્વારકા અને પોરબંદરથી વાવાઝોડાનું અંતર વધ્યું છે. દ્વારકાથી વાવાઝોડુ 300 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે 320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.
ગુજરાતના દરિયાકાંઠાથી વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે. 15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડાની અસરના પગલે અમરેલીના સાવરકુંડલા શહેર અને આસપાસમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. બપોર બાદ સાવરકુંડલા, નેસડી, કાનાતળાવ, નાના ભમોદ્રા, ઓળીયા, સીમરમ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. કોસ્ટલ બેલ્ટ વિસ્તાર બાદ સાવરકુંડલામાં પણ વરસાદ શરૂ થયો છે.
બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને અમરેલી જિલ્લામાં બે દિવસ માટે જાહેર રજા રાખવામાં આવી છે. જિલ્લાની પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તારીખ 14 અને 15 બે દિવસ જાહેર કરવામાં આવી રજા. રજાના દિવસ દરમિયાન શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફે હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાના પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદની શક્યતા છે. અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના મામલતદારને કંટ્રોલ રુમ શરુ કરવાની સુચના આપવામાં આવી છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ 24 કલાક કંટ્રોલ રુમ શરુ કરાયા છે. સ્થળાંતરની જરુર પડે તો એમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામા આવ્યો છે. 47560511 ટ્રોલ ફી નંબર જાહેર કરાયો છે.
બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમા પાણી ભરાયા હતાય સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાક માં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો અને વીજ પોલ ધરાશાઈ થયા હતા.
વાવાઝોડાને લઈને નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. નવસારી જિલ્લાના 16 ગામોને કરાયા એલર્ટ કરાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાંઠા વિસ્તારની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત ગામોના સંપર્કમાં રહી સાવચેત રહેવાની અપીલ કરી હતી.
અરવલ્લી અને પંચમહાલથી સૌરાષ્ટ્ર જતી બસ રદ્દ કરવામાં આવી છે. બાયડ-દ્વારકા અને બાયડ-ભૂજની એસટી બસ રદ્દ કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખી ત્રણ દિવસ બસ રદ્દ કરાઇ હતી.
વાવાઝોડાને લઈને ધોરાજી અને ઉપલેટા માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરાજી અને ઉપલેટા માર્કેટ યાર્ડ આજથી બંધ રહેશે. બંન્ને માર્કેટ યાર્ડમાં આજથી તમામ જણસની આવક બંધ રહેશે. બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડમાં જણસની હરાજી કરાશે નહીં.
સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગાંધીધામ હાઈવે પર વહેલી સવારથી પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તે સિવાય રાજકોટ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઉપલેટા, ધોરાજી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદથી ધોરાજીમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
વાવાઝોડાના પગલે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડાની નોળી નદી બે કાંઠે વહેતા સોંદરડા ડેમ ઓવરફલો થયો હતો.
હવામાન એજન્સી સ્કાઇમેટના કહેવા પ્રમાણે બિપરજોય વાવાઝોડુ નલિયાના દક્ષિણ ભાગમાંથી પસાર થશે. આજથી ત્રણ દિવસ સુધી ભારે પવન ફુંકાશે. આજથી સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે વાવાઝોડું. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાની થઈ શકે છે
વાવાઝોડાને લઈને રાજ્યના બંદરોએ 10 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. દ્વારકા, જામનગરના તમામ બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. કચ્છના તમામ બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામા આવ્યું છે. પોરબંદરમાં નવ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે
બિપરજોય વાવાઝોડાને લઈને સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ મોડી રાત્રે ભૂજ પહોંચ્યા હતા. મનસુખ માંડવીયા પણ કચ્છના માંડવી, મુંદ્રા, જખૌ સહિત દરિયાઈ વિસ્તારની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી સાથે કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિ હાજર રહેશે. 10:30 વાગે કેન્દ્રીયમંત્રી પત્રકારોને સંબોધન કરશે
બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકામાં દરિયાના પાણી ઘૂસ્યા હતા. દરિયામાં મોજા ઉછળતા ગોમતી ઘાટ પાસેથી દરિયાના પાણી ઘૂસ્યા હતા. ગોમતી ઘાટ પર ભારે પવન પણ ફુંકાઈ રહ્યો છે
વાવાઝોડાનો રાજ્યના 8 જિલ્લાના 441 ગામના અંદાજે 16 લાખ 76 હજાર લોકોએ સામનો કરવો પડશે. સરકારી આંકડા પ્રમાણે 8 જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 6 હજાર 827 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયુ છે. જેમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં 1800 લોકોનું સ્થળાંતર કરી સાયક્લોન સેન્ટર ખાતે આશરો અપાયો છે. આ જ રીતે મોરબીના માળિયાના કાંઠાળ વિસ્તારમાંથી સાંજ સુધીમાં 1 હજાર 372 લોકોનું સ્થળાંતર કરાયું છે. સલાયાના નીચાણવાળા વિસ્તારમાંથી 157નું સ્થળાંતર કરી લોહાણા વાડી, કોમ્યુનિટિ હોલમાં આશરો અપાયો છે. પોરબંદરમાં 500 અને દ્વારકાના રૂપેણ બંદરે 2500 લોકો સહિત કૂલ 6 હજાર 827 લોકોનું સ્થળાંતર કરાયુ છે અને આ કામગીરી હજુ યથાવત છે. સરકારના આદેશ પ્રમાણે દરિયાકાંઠાથી 5 કિલોમીટર સુધીના વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરાવાશે.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડુ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાથી 8 જિલ્લાના 16.76 લાખ લોકો પ્રભાવિત થશે. અત્યાર સુધી સાત હજાર લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની 15 ટીમ તૈનાત કરાઇ હતી. વાવાઝોડાના ખતરા વચ્ચે સૌરાષ્ટ્ર- કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ કરવામા આવી હતી. બિપરજોયના કારણે સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારની સ્કૂલોમાં 15 જૂની સુધી રજા જાહેર કરાઇ હતી.
વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ વરસ્યો છે.
માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળ્યા
જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માંગરોળના શેરીયાજ બંદરમાં વહેલી સવારથી મોજા ઉછાળતા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા અહીંથી કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.
ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ
ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -