Biparjoy Cyclone landfall Live: વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી, કચ્છના લોકો માટે આજની રાત મહત્ત્વની
Biparjoy Cyclone landfall Live: બિપરજોય વાવાઝોડાને લઈને અહીં તમને તમામ અપડેટ મળતી રહેશે. થોડીવારમાં બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. આ પહેલા જ તેની અસર શરુ થઈ ગઈ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે કચ્છ જઈ શકે છે. વાવાઝોડાને ધ્યાને લઇને આવતીકાલે ભુજની મુલાકાત લેશે. જ્યાં વાવાઝોડાની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. હવામાનમાં આવતીકાલે કોઈ મુશ્કેલ નહીં હોય તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરશે.
બિપરજોય વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. વાવાઝોડું હજુ પણ જખૌથી 20 કિમી દૂર છે. હાલમાં ભારેે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. આ ઉપરાંત અનેક મકાનોને નુકશાન થયું છે.
વાવાઝોડાને લઈને સુરતની તમામ શાળાઓ આવતી કાલે બંધ રહશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને લઈને શાળાઓ બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.
મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.
બીપોરજોઈ વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે વડોદરા શહેરની તમામ શાળાઓ અને કોલેજ બંધ રહેશે. કલેકટર અતુલ ગોરે આદેશ જાહેર કર્યો છે.
- 12 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું
- વાવાઝોડું જખૌ પોર્ટથી 40 કિમી દૂર
- વાવાઝોડું કચ્છના નલિયાથી 60 કિમી દૂર
- વાવાઝોડું દ્વારકાથી 110 કિમી દૂર
- હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે
- વાવાઝોડું જખૌ પોર્ટથી 50 કિમી દૂર
- વાવાઝોડું કચ્છના નલિયાથી 70 કિમી દૂર
- વાવાઝોડું દ્વારકાથી 110 કિમી દૂર
- હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે
- 140 ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે
- મિડ નાઈટ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે
ભાવનગરમાં કુદરતી આફતે બે લોકોનો ભોગ લીધો છે. ભાવનગરના ભંડાર ગામ નજીક નદી નાળાનાં પાણીમાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા છે. અનરાધાર વરસાદના કારણે ભંડાર અને સોડવદરા ગામ નજીક પાણી ભરાયા છે. મળતી માહિતી મુજબ બંને મૃતક સોડવદરા ગામના હોવાની જાણકારી મળી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં બિપરજોય વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે ટકરાયું છે અને તેના લેન્ડફોલ શરુઆતથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂથતાં જ સરદીય પંથકમાં વરસાદ તૂટી પડ્યો છે. થરાદ,વાવ, સુઇગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. થરાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે.
IMDએ જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોયની લેન્ડફોલ પ્રક્રિયા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં શરૂ થઈ ગઈ છે. લેન્ડફોલ પ્રક્રિયા મધરાત સુધી ચાલુ રહેશે.
ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પવનની ગતિ 125 કિમીની હોવાની માહિતી સામે આવી છે. વાવાઝોડાની અસર આગામી 4થી 5 કલાક સુધી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
બિપોરજોય વાવાજોડાની અસર અમરેલી જિલ્લાના દરિયા કિનારે જોવા મળી રહી છે. કંડલા બાદ પીપાવાવ પોર્ટ બંધ કરવામાં આવ્યું છે. વાવાઝોડાની ગંભરીતા જોતા આખું પોર્ટ ખાલી કરાયું છે. તમામ કામદારો-કર્મચારીઓને પીપાવાવ પોર્ટ ઉપર રજા જાહેર કરી દેવામાં આવી છે. કંડલા બાદ સૌથી મોટું પીપાવાવ પોર્ટ બંધ કરવામાં આવ્યું છે.
બિપરજોય વાવાઝોડાની અસર કચ્છમાં થવા લાગી છે. માંડવીના દરિયા કિનારે પડેલી બોટ ઊંધી પડી છે. ભારે પવનના કારણે દરિયાની ખાડીમાં બોટ ઊંધી પડી હતી.
કાંકરેજ પંથકમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. શિહોરી,ખીમાંણા સહિત થરામાં વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં જનજીવન ઠપ થયું છે.
બ્રેકગ્રાઉન્ડ
Biparjoy Cyclone landfall Live: બિપરજોય વાવાઝોડું હવે ગણતરીની મિનિટોમાં જ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવા જઈ રહ્યું છે. સૌથી પહેલા આ વાવાઝોડું કચ્છના જખૌ ખાતે ટકરાશે. જેને લઈને તંત્રએ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી કરી લીધી છે. તો બીજી તરફ વાવાઝોડું લેન્ડફોલ થાય તે પહેલાં જ ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. કોઠારા ભુજ હાઇવે ઉપર ભારે પવનની શરૂઆત થઈ ગઈ છે. અંદાજે 45 કિલોમીટરથી વધુની ઝડપનો પવન ફૂંકાઈ રહ્યો છે. જખૌથી 35 કિલોમીટરના અંતરમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આગામી એક કલાકમાં વાવાઝોડું વિનાશ સર્જે તેના એંધાણ છે.
તો બીજી તરફ કચ્છના માંડવી પોર્ટ પર ભારે પવનો ફુંકાવા લાગ્યા છે. બિપરજોઈ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંડવી પોર્ટ પર 80થી 90 kmની ઝડપે પવન ફૂંકાયો છે. અલગ અલગ સ્ટીમરોની અંદર લોકો જોવા મળ્યા છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા અને ભારે પવનોની શરૂઆત માંડવીમાંથી થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -