Rain Forecast:વાવાઝોડું 6 કિમીની ઝડપે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. આજે 4થી 8ની વચ્ચે લેન્ડફોલ થવાની શકયતા જોવાઇ રહી છે. વાવાઝોડાની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. સોરાષ્ટ્ર, કચ્છમાં અનેક વિસ્તારમાં પવન સાથે ઝાપટા શરૂ થઇ ગયા છે.


વાવાઝોડાના પગલે ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. વાવાઝોડું હાલ કચ્છથી 280 કિલોમીટર દૂર છે અને 6 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. જેની અસર આજથી રાજ્યભરમાં જોવા મળી રહી છે. દ્રારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જાણીએ આગામી 2 દિવસ ક્યાં થશે વરસાદ


આજે ક્યાં વિસ્તારમાં વરસાદ


આજે સવારથી વાવાઝોડાની અસરથી પવન સાથએ રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,કચ્છ, દીવ, અમદાવાદ, મોરબી,આણંદ, ભરુચ, સુરત, નવસારી,વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


કાલે ક્યાં વરસાદની આગાહી                           


હવામાન વિભાગના અનુમાન મુજબ સાયક્લોનના લેન્ડફોલ બાદ કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર, બોટાદ, દિવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે.


17 જૂને ક્યાં વરસાદની આગાહી


હવામાન વિભાગના અનુમાન મુજબ  લેન્ડફોલ બાદ પણ 2 દિવસ ગુજરાતમાં તેની અસર જોવા મળશે. 17 જૂને જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર,વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ, તાપી, નવસારી વલસાડ, રાજકોટ, જુનાગઢ, અમરેલી,ગીર સોમનાથ, બોટાદમાં વરસાદનો અનુમાન છે.


ગુજરાતમાં સ્થળાંતરની કામગીરી અંતિમ તબક્કામાં


વાવાઝોડાને પગલે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 જિલ્લાના 74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જૂનાગઢ જિલ્લામાંથી 4 હજાર 604 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાંથી 10 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો પોરબંદર જિલ્લામાંથી 3 હજાર 469 લોકોનું સ્થળાંતર કરનામાં આવ્યું છે.દ્વારકા જિલ્લામાંથી 5 હજાર 35 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાંથી 1 હજાર 605 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાંથી 9 હજાર 243 લોકોનું અને રાજકોટ જિલ્લામાંથી 6 હજાર 89 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRFની 18 અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.    


જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાશે, લેન્ડફૉલ બાદ આટલા કલાક સુધી અસર


રાજ્યમાં બિપરજૉય વાવાઝોડુ લેન્ડફૉલ થશે, અને આ દરમિયાન રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને સાથે સાથે ભારે વરસાદ પણ પડશે, પરંતુ આ પહેલા હવામાન વિભાગે બિપરજૉય વાવાઝોડાની મેઇન મૂવમેન્ટને લઇને મોટુ અપડેટ આપ્યુ છે. હાલમાં બિપરજૉય દ્વારકાથી 210 કિમી દુર દરિયામાં છે. 


બિપરજૉય વાવાઝોડાને લઇને હવામાન વિભાગના ડાયરેક્ટરના જાણાવ્યા અનુસાર, બિપરજૉય વાવાઝોડુ અત્યારે દરિયામાં છે, અને દ્વારકાથી 210 km દૂર છે. આજે સાંજના સમયે જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે, આજે વાવાઝોડાને લઇને 125ની સ્પીડથી ભારે પવન ફૂંકાશે, અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ત્રીજા દિવસે ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જામનગર, કચ્છ, દ્વારકા મોરબીમાં 100 kmથી વધુની ઝડપી પવન ફૂંકાશે, હાલમાં 6 km પ્રતિ કલાકે વાવાઝોડું આગળ વધી રહ્યું છે, અને આ બિપરજૉય વાવાઝોડાનો આઈફૉલ એરીયા 50 થી 100 kmનો રહેશે, જ્યારે બાકીના 500 કિમી સુધી તેની અસર રહેશે. કચ્છ. દ્વારકા. જામનગર. મોરબીમાં આજે ભારે પવન સાથે વરસાદ પડશે. આવતીકાલે બિપરજૉયના કારણે સામાન્ય સ્પીડ ઘટશે જોકે ભારે પવન તો રહેશે જ.


બિપરજૉય વાવાઝોડાને લઇને બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે. ખાસ વાત છે કે, બિપરજૉય વાવાઝોડુ લેન્ડફૉલ સમયે મુખ્ય મૂવમેન્ટની 3 કલાક અસર રહી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં ઠંડરસ્ટ્રૉમ એક્ટિવ રહેશે, અને 40 કિમીની ઝડપે અમદાવાદમાં પવન ફૂંકાશે.