અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આ દરમિયાન રાજ્ય પર હાલ તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે રાત્રે 8 થી 9 વાગ્યા વચ્ચે વાવાઝોડું ગુજરાતના પોરબંદર અને મહુવામાંથી પસાર થશે. આ દરમિયાન પવનની ગતિ 155-165 કિમી સુધી રહેશે.



ગુજરાતમાં તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે?


૧૭ મે : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.


૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,


૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.


આઇએમડીએ કહ્યું- ગુજરાત અને દમન દીવ માટે યેલો એલર્ટ જાહેર કરી દીધુ છે. 18 મે સુધી પવનની ગતિ 150-160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાના આસાર છે, જ્યારે થોડાક સમય માટે હવાની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. 


વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.  વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.