વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું વેરાવળથી 380 કિલોમીટર દૂર છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
‘વાયુ’ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દરિયામાં 360 જેટલું કિલોમીટર દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે.
આ વાવાઝોડું કેવી રીતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેને લાઇવ ટ્રેકરમાં તમે લાઇવ જોઇ શકો છો.