Cyclone Biparjoy effect: વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન રહ્યો હતો. જખૌ પોર્ટ થી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું હતું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.
સવારના સમય દરમિયાન વાવાઝોડું વિક પડી શકે છે તેવી સંભાવના છે. આજે સાંજે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં વાવાઝોડું સીવીયર સાયકલોન માંથી સાયકલોનિક સ્ટોર્મ અને બાદમાં ડિપ્રેશનમાં પરિણમશે. વાવાઝોડાને કારણે હજુ 60 થી 70 km ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પણ રહેશે.
જો કે કાલ કરતાં પવનની ગતિ ઓછી રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે.
હજુ પણ ફિશરમેન વોર્નિંગ યથાવત છે. તેમજ દરિયામાં Lcs 3 સિગ્નલ લગાવાશે. આ પહેલા ગ્રેડ લાઈન 9 અને ગ્રેડ લાઈન 10 સિગ્નલ આપવામાં આવ્યું હતું જે હટાવવામાં આવશે. Lcs 3 સિગ્નલ નો મતલબ હજુ પણ પૂર આવવાની શક્યતા રહેલી છે.
હાલ વાવાઝોડાની આઈ દેખાઈ નથી રહી. જ્યારે આઈ દેખાતી હતી ત્યારે તે 50 કિલોમીટરમાં ફેલાયેલી હતી. આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય. પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શકયતા છે. સૌથી વધુ ગાંધીધામમાં 67 cm વરસાદ નોંધાયો છે.
ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.
બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 22 કલાકના એટલે કે 15 તારીખ સવારે 6 થી 16 તારીખ સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે.
છેલ્લા 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ વરસાદ
કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ વરસાદ
દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ
કચ્છના અંજારમાં 3.5 ઇંચ વરસાદ
જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ વરસાદ
બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ
કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ વરસાદ