નવી દિલ્લીઃ દાદરાનગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર ભાજપના ઉમેદવારથી 5 હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. છઠ્ઠા રાઉન્ડના અંતે શિવસેનાના ઉમેદવાર કલાબેન્ન ડેલકર 6250 મતોથી આગળ ચાલી રહ્યા છે. પાંચમા રાઉન્ડના અંતે શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 5506 મતોથી આગળ ચાલી હતા. ચોથા રાઉન્ડના અંતે કલાબેન ડેલકર ભાજપના મહેશ ગાવિતથી આગળ હતા. ચોથા રાઉન્ડના અંતે કલાબેન ડેલકરને 5,337 મતની લીડ હતી.


ચોથા રાઉન્ડના અંત સુધીમાં કલાબેનને 15,832 મત મળ્યા છે. જ્યારે મહેશ ગાવિતને 10,495 મત મળ્યા છે. અત્યાર સુધીના તમામ ચાર રાઉન્ડમાં કલાબેન ડેલકર સતત આગળ ચાલી રહ્યા છે. મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર આજે મતમગણતરી થઈ રહી છે. 

એમપીના પૃથ્વીપુર પર ભાજપ આગળ



મધ્યપ્રદેશમાં પૃથ્વીપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ડૉ. શિશુપાલ યાદવ 429 મતોથી આગળ છે.

આસામમાં ભાજપ 3 સીટો પર આગળ



આસામની 5 વિધાનસભા બેઠકો (ગુસૈનગાંવ, ભબાનીપુર, તામુલપુર, મરિયાની અને થોરા) પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ત્રણેય બેઠકો પર ભાજપ મેરિયાની, થોરા અને ભબાનીપુરમાં આગળ છે. ગુસૈનગાંવની એક સીટ પર કોંગ્રેસ આગળ છે. જ્યારે તામુલપુર સીટ પર યુપીપીએલ આગળ છે.

બિહાર પેટાચૂંટણીના પરિણામો પર સૌની નજર



બિહારમાં બે વિધાનસભા સીટો કુશેશ્વરસ્થાન અને તારાપુરની પેટાચૂંટણી માટે મતદાન થયા બાદ હવે તમામની નજર મતગણતરી પર છે. આ પેટાચૂંટણીમાં, શાસક ગઠબંધન રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) વતી JDUના વરિષ્ઠ નેતા અને પ્રમુખ લલન સિંહે સમગ્ર કમાન સંભાળી છે, જ્યારે RJDના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે બંને વિધાનસભા મતવિસ્તારોમાં ભારે પરસેવો પાડ્યો હતો. આ બંને સીટો આરજેડી માટે ખાસ છે. પાર્ટી અધ્યક્ષ લાલુ પ્રસાદે પટના આવીને ચૂંટણી પ્રચાર કર્યા બાદ આરજેડી માટે આ સીટ વધુ ખાસ બની ગઈ છે.


3 લોકસભા બેઠકો- દાદરા અને નગર હવેલીહિમાચલ પ્રદેશની મંડી અને મધ્ય પ્રદેશની ખંડવા બેઠક


29 વિધાનસભા બેઠકો


આસામમાં 5- ગુસાઇનગાંવ, ભબાનીપુર, તામુલપુર, મરિયાની અને થૌરા વિધાનસભા બેઠકો


પશ્ચિમ બંગાળમાં 4- દિનહાટા, શાંતિપુર, ખરદાહ, ગોસાબા વિધાનસભા બેઠકો


મધ્ય પ્રદેશમાં 3- જોબત, રાયગાંવ અને પૃથ્વીપુર વિધાનસભા બેઠકો


હિમાચલ પ્રદેશમાં 3 - અરકી, ફતેહપુર અને જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠકો


મેઘાલયમાં 3 - માવરિંગકેંગ, માવફલાંગ અને રાજાબાલા વિધાનસભા બેઠકો


બિહારમાં 2 - તારાપુર અને કુશેશ્વરસ્થાન વિધાનસભા બેઠકો


કર્ણાટકમાં 2 - સિંગાડી અને હંગલ વિધાનસભા બેઠકો


રાજસ્થાનમાં 2 - વલ્લભનગર અને ધારિયાવાડ વિધાનસભા બેઠકો


આંધ્રપ્રદેશની બડવેલ વિધાનસભા બેઠકમાં એક-એક બેઠક, હરિયાણાની એલેનાબાદ વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રમાં દેગલુર, મિઝોરમની તુરીયલ વિધાનસભા બેઠક અને તેલંગાણાની હુઝુરાબાદ વિધાનસભા બેઠક.