છોટાઉદેપુર:  દાહોદ અને છોટા ઉદેપુરમાં બોગસ સિંચાઈ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  પૂર્વ IAS બી ડી નિનામાની ધરપકડ કરવામાં આવી છે.  છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો.  


4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવી


છોટા ઉદેપુરના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામના બોગસ ડોક્યુમેન્ટથી ખોટી સરકારી કચેરી બનાવી નાખી હતી. કાગળ પર બનેલી આ કચેરીથી તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું અને કુલ 93 કામની આદિજાતિ પ્રયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવીને ઉચાપત કરી નાખી હતી.




છોટાઉદેપુરમાં બોગસ કચેરી બનાવ્યા બાદ દાહોદ અને ઝાલોદ ખાતે પણ બોગસ કચેરી ઉભી કરી 18 કરોડથી વધુની ગ્રાન્ટ ખોટી રીતે મેળવી હતી. બોગસ કચેરી હેઠળ 100 જેટલા વિકાસ કામો મંજુર કરાવી રૂપિયા 18,59,96,774 કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ મેળવી કૌભાંડ કરવામાં આવ્યું હતું.  


6 જેટલી સિંચાઈની બોગસ કચેરી ઊભી કરી કરોડોનું કોભાંડ આચર્યું


પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ટ મંજૂર કર્યા હતા. જે બાદ ઠગોએ દાહોદ અને ઝાલોદમાં પણ 6 જેટલી સિંચાઈની બોગસ કચેરી ઊભી કરી કરોડોનું કોભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.


નીનામા વર્ષ 2019થી  પ્રાયોજન અધિકારી હતા


દાહોદમાં સરકારી બોગસ કચેરીમાં વધુ એક ધરપકડ થઈ છે. દાહોદ પોલીસે રિટાયર્ડ IAS અને પૂર્વ પ્રાયોજન અધિકારી બી.ડી. નીનામાની ધડપકડ કરી છે.
દાહોદ જિલ્લામા અડધો ડઝન બોગસ સરકારી કચેરી ખોલી સંદીપ રાજપુતએ 18.59થી વધુનુ કૌભાંડ આચર્યું હતું. બી.ડી. નીનામા વર્ષ 2019થી  પ્રાયોજન અધિકારી હતા.


આ ઉદવહન સિંચાઈ યોજનાની મીટિંગ થતા તેમાં બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને બોર્ડર વિલેજ યોજનાના વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાના 12 કામોના 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેમણે આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.