Dahod : દાહોદમાં કૂંવામાં ફેંકેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના દાહોદ જિલ્લાના ગરબાડા ભે ગામમાં બની છે. ગ્રામજનોને જાણ થતા આ બાળકીને કુંવામાંથી બહાર કાઢવામાં આવી હતી અને સારવાર માટે ઝાયડ્સ સિવિલ  હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકીનું મોત થતા ગ્રામજનોમાં ગમગમી ફેલાઈ છે. 


ફરિયાદીની દોહિત્રીએ જ કૃત્ય કર્યું હોવાનું 
આ સમગ્ર ઘટનામાં ફરિયાદી કે જેણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી એ મહિલાની દોહિત્રીએ જ આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે. 19 વર્ષીય મોનીકા કમલેશ  નિનામાં  અને જોખલા કસના હઠીલાભાઈ  સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ઇપકો.કલમ 315, 317 હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ  ધરી છે. 


ટ્યુશનમાં શિક્ષકે કેફી પીણું પીવડાવી વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા
શિક્ષાધામ વડોદરાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના નિઝામ પુરાની એજ્યુકેટ ફર્સ્ટ કલાસીસના લંપટ શિક્ષકે ટ્યુશન કલાસમાં આવેલી વિદ્યાર્થીનીને કેફી પ્રદાર્થ પીવડાવી અડપલાં કરનાર લંપટ શિક્ષણને ફતેહગંજ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


વિદ્યાધામને શર્મશાર કરવાનો કિસ્સો આજે વડોદરા શહેરના નિઝામ પુરા વિસ્તારના અર્પણ કોમલેક્સમાં આવેલ એજ્યુકેટ ફર્સ્ટ કલાસીસમાં જોવા મળ્યો છે. જ્યાં સૈયદ વાસણા રોડ પર રહેતી ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કલાસીસમાં ટ્યુશનમાં અભ્યાસ અર્થે આવી હતી. કલાસીસના લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાના મગજમાં વાસનાનો કીડો સરવળતા કલાસ રૂમમાં એકલી રહેલી વિદ્યાર્થીનીને  કેફી પીણું પીવડાવી દઈ ને તેની શારીરિક અડપલાં કર્યા હતા.


વિદ્યાર્થીની સમયસર ઘરે ન પહોંચતા વાલી એ તેના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો જ્યાં વિદ્યાર્થીનીએ ક્લાસમાં હોવાનું જણાવ્યું હતું. આથી વાલીને શંકા જતા તેઓએ વિડિઓ કોલિંગ દ્વારા તપાસ કરી હતી જ્યાં વિદ્યાર્થીની અને શિક્ષક દ્રશ્યોમાં જોયા હતા. જેથી ઘરે જલ્દી મોકલી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ થોડા સમય બાદ લંપટ શિક્ષકે વાલીને ફોન દ્વારા જાણ કરી કે પુત્રીની તબિયત બગડી છે અને  માથામાં વાગ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં લંપટ શિક્ષક પ્રશાંત ખોસલા રિક્ષામાં બેસાડીને ઘરે મુકવા આવ્યો હતો.