દાહોદ: 31 ડીસેમ્બરને પગલે દાહોદ પોલીસ દ્વારા જિલ્લામાં દારૂને લઈને મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. દાહોદ પોલીસે એક જ દિવસમાં 40 જગ્યાએ રેડ પાડી હતી. પોલીસે દાહોદ ટાઉન A ડીવીઝન, B ડીવીઝન, દાહોદ ગ્રામ્ય વિસ્તાર, દેવગઢબારીયા, ગરબાડા, ઝાલોદ જેવા અલગ અલગ વિસ્તારમાં રેડ કરી હતી.  પોલીસે 40 અલગ અલગ જગ્યાએ રેડ કરતા 26 આરોપીને ઝડપી પાડયા હતા.


31 ડિસેમ્બને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસવડા દ્વારા દાહોદને અડીને આવેલા મધ્ય પ્રદેશની ખંગેલા અને રાજસ્થાનની ઘાવડીયા ચેકપોસ્ટો ઉપર ચાંપતો બંદોબસ્ત અને ચેકીંગ ગોઠવી દેવાયું છે ત્યાંથી નીકળતી દરેક ગાડીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આજે દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચનાથી દાહોદ  ASP જગદીશ બાંગારવા સાથે દાહોદ જિલ્લાની તમામ પોલીસ ટીમે આજે દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં 40 જગ્યાએ મેગા રેડ કરી હતી અને 35 ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો અને હજારો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 


દેવગઢબારિયા, ઝાલોદ અને દાહોદ જેવા શહેરોમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસો અને ખોટી ગતિવિધિઓ અટકાવી શકાય તે માટે દરેક એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર બેરિકેટિંગ કરી અને ચેકીંગ કરવામાં આવશે જેથી દરેક નાગરિકોને દાહોદ જિલ્લા પોલીસવડા દ્વારા વિનંતી કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી શાંતિથી અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે.


સામુહિક આત્મહત્યાનો પ્રયાસ 


કપડવંજમાં એક પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવતા અરેરાટી મચી ગઈ છે. લાડવેલ પાસે પસાર થતી નર્મદા નહેરમાં આ પરિવારે ઝંપલાવ્યું હોવાની માહિતી મળી છે. પતિ પત્ની અને બે બાળકોએ એક સાથે નહેરમાં કેમ ઝંપલાવ્યું તેની માહિતી મળી નથી. સ્થાનિક લોકોએ પુરુષને દોરડા નાખી બચાવી લીધો હતો. જો કે, હાલ આ પુરુષ ક્યાં છે તેની માહિતી મળેલ નથી. તો બીજી તરફ મહિલા તેમજ બે બાળકો નહેરમાં ગરકાવ થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં તમામ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.


પરિણીત મહિલા પ્રેમી સાથે રૂમમાં કરી રહી હતી રોમાન્સ


બિહારના સારણ જિલ્લામાં એક પરિણીત મહિલાના તેના પ્રેમી સાથે લગ્ન કરાવ્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મહિલાના લગ્ન પહેલાથી જ પ્રેમ સંબંધ હતા. તે છૂપી રીતે તેના પ્રેમીને મળતી હતી. બુધવારે મહિલાએ તેના પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન સાસરિયાઓએ તેને તેના પ્રેમી સાથે બંધ રૂમમાં રંગે હાથે ઝડપી લીધી હતી. લોકોએ પહેલા પ્રેમીને માર માર્યો હતો અને બાદમાં ગામલોકોએ બંનેના લગ્ન કરાવી દીધા હતા.


ગ્રામજનોનું કહેવું છે કે પ્રેમી ધર્મેન્દ્ર ભેલ્દી અરણા ગામનો રહેવાસી છે અને પ્રેમિકા પુનિતા ઉર્ફે પિંકીના લગ્ન ત્રણ વર્ષ પહેલા મારડ ચકસહબાજ ગામના રહેવાસી અમરેશ કુમાર સાથે થયા હતા. અમરેશ કામના કારણે ગામની બહાર રહે છે અને પિંકી તેના વૃદ્ધ સાસુ-સસરા સાથે તેના સાસરે રહે છે. પિંકીને લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. પિંકીના સાસરિયાઓએ જણાવ્યું હતું કે બંને પહેલા ભાગી ગયા હતા. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસની સહમતિથી મામલો થાળે પડ્યો હતો. પરંતુ બુધવારે બંને એક સાથે ઝડપાઈ જતાં મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો.



ગ્રામજનોનું કહેવું છે કે પિંકી અવારનવાર તેના પ્રેમી ધર્મેન્દ્રને તેના ઘરે મળવા બોલાવતી હતી. પરંતુ બુધવારે બપોરે બંને બંધ રૂમમાં ઝડપાઈ ગયા હતા. જે બાદ પ્રેમી ધર્મેન્દ્રને માર માર્યો હતો અને તેને બંધક બનાવી લીધો હતો. સાસરિયાઓએ બંનેના સગા-સંબંધીઓને બોલાવીને લગ્ન કરાવ્યા હતા. પિંકીએ જણાવ્યું કે ધર્મેન્દ્ર સાથે તેના 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પિંકીનો ભાઈ તેના પર ગુસ્સે થયો અને તેણે તેને પોતાની બહેન તરીકે સ્વીકારવાની ના પાડી. તેણી કહે છે કે પહેલા તે મારી બહેન હતી, પરંતુ આ કૃત્ય પછી તે હવે મારી બહેન નથી રહી. પુનિતાના સસરાએ કહ્યું કે તેમણે તેમની ઈચ્છા મુજબ તેમના લગ્ન કરાવ્યા હતા.