ખેડા: કપડવંજમાં એક પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવતા અરેરાટી મચી ગઈ છે. લાડવેલ પાસે પસાર થતી નર્મદા નહેરમાં આ પરિવારે ઝંપલાવ્યું હોવાની માહિતી મળી છે. પતિ પત્ની અને બે બાળકોએ એક સાથે નહેરમાં કેમ ઝંપલાવ્યું તેની માહિતી મળી નથી. સ્થાનિક લોકોએ પુરુષને દોરડા નાખી બચાવી લીધો હતો. જો કે, હાલ આ પુરુષ ક્યાં છે તેની માહિતી મળેલ નથી. તો બીજી તરફ મહિલા તેમજ બે બાળકો નહેરમાં ગરકાવ થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં તમામ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.
પરિણીત મહિલા પ્રેમી સાથે રૂમમાં કરી રહી હતી રોમાન્સ
બિહારના સારણ જિલ્લામાં એક પરિણીત મહિલાના તેના પ્રેમી સાથે લગ્ન કરાવ્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મહિલાના લગ્ન પહેલાથી જ પ્રેમ સંબંધ હતા. તે છૂપી રીતે તેના પ્રેમીને મળતી હતી. બુધવારે મહિલાએ તેના પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન સાસરિયાઓએ તેને તેના પ્રેમી સાથે બંધ રૂમમાં રંગે હાથે ઝડપી લીધી હતી. લોકોએ પહેલા પ્રેમીને માર માર્યો હતો અને બાદમાં ગામલોકોએ બંનેના લગ્ન કરાવી દીધા હતા.
ગ્રામજનોનું કહેવું છે કે પ્રેમી ધર્મેન્દ્ર ભેલ્દી અરણા ગામનો રહેવાસી છે અને પ્રેમિકા પુનિતા ઉર્ફે પિંકીના લગ્ન ત્રણ વર્ષ પહેલા મારડ ચકસહબાજ ગામના રહેવાસી અમરેશ કુમાર સાથે થયા હતા. અમરેશ કામના કારણે ગામની બહાર રહે છે અને પિંકી તેના વૃદ્ધ સાસુ-સસરા સાથે તેના સાસરે રહે છે.
પિંકીને લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. પિંકીના સાસરિયાઓએ જણાવ્યું હતું કે બંને પહેલા ભાગી ગયા હતા. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસની સહમતિથી મામલો થાળે પડ્યો હતો. પરંતુ બુધવારે બંને એક સાથે ઝડપાઈ જતાં મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો.
ગ્રામજનોનું કહેવું છે કે પિંકી અવારનવાર તેના પ્રેમી ધર્મેન્દ્રને તેના ઘરે મળવા બોલાવતી હતી. પરંતુ બુધવારે બપોરે બંને બંધ રૂમમાં ઝડપાઈ ગયા હતા. જે બાદ પ્રેમી ધર્મેન્દ્રને માર માર્યો હતો અને તેને બંધક બનાવી લીધો હતો. સાસરિયાઓએ બંનેના સગા-સંબંધીઓને બોલાવીને લગ્ન કરાવ્યા હતા. પિંકીએ જણાવ્યું કે ધર્મેન્દ્ર સાથે તેના 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.
પિંકીનો ભાઈ તેના પર ગુસ્સે થયો અને તેણે તેને પોતાની બહેન તરીકે સ્વીકારવાની ના પાડી. તેણી કહે છે કે પહેલા તે મારી બહેન હતી, પરંતુ આ કૃત્ય પછી તે હવે મારી બહેન નથી રહી. પુનિતાના સસરાએ કહ્યું કે તેમણે તેમની ઈચ્છા મુજબ તેમના લગ્ન કરાવ્યા હતા.