Gujarat Weather Update: સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રીએ વરસેલા કમુશ્મી વરસાદીને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ ચાલુ સીઝન દરમિયાન વાવેતર કરેલા રવિ પાક ઉપર ત્રણ ત્રણ વાર કમોસમી વરસાદી પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.


ચાલુ વર્ષે રવિ સીઝન દરમિયાન ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉં, તમાકુ અને બટાકા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. સીઝન દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા પાકોમાં મહેનત કરી માવજત થકી ઘઉં અને તમાકુ જેવા પાકો તૈયાર કર્યા હતા. પરંતુ પાક લણણી ના સમયે કમોસમી વરસાદી માવઠું થવાને કારણે ખેડૂતોને માવજત કરી તૈયાર કરેલા પાકો પર કમોસમી વરસાદી પાણી ફરી વળતા પાકને નુકસાન થવા પામ્યું છે, જેના કારણે ખેડૂતોને ઉત્પાદનમાં ઘટ સર્જાશે સાથે જ ગુણવત્તામાં પણ ઘટાડો જોવા મળશે. જેના કારણે ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.


સાબરકાંઠા જિલ્લામાં રવિ સીઝન દરમિયાન ખેડૂતોએ 1 લાખ 44 હજાર 500 હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર કર્યું હતું. જે પૈકી 86 હજાર હેક્ટરમાં ઘઉં, 25 હજાર હેક્ટરમાં બટાકા અને 5000 હેક્ટરમાં તમાકુ જેવા રવિ પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. વાવેતર બાદ ત્રણ ત્રણ વાર કમોસમી વરસાદ વરસવાની લઈ ખેડૂતોએ વાવણી કરેલા પાકોમાં નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોએ વાવણી કરેલા ઘઉંના પાક પવન સાથે વરસેલા વરસાદના કારણે જમીન દોસ્ત થયા છે. જેના કારણે ઉત્પાદનમાં ઘટ આવશે. સાથે જ ગુણવત્તા પણ જળવાશે નહીં જેના કારણે ખેડૂતોએ એક વીઘા દીઠ 12 થી 15 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરેલો છે તે ખર્ચ જેટલું પણ ઉત્પાદન મળવાની આશા ના હોવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો સરકાર પાસે નુકસાનીનું વળતરની માગ કરી રહ્યા છે.


આમ તો ખેડૂત સીધો જ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો હોય છે. જોકે ઘઉં જેવા પાકોનું વાવેતર કરી તેમાંથી ઘાસચારો એકઠો કરી પશુપાલન વ્યવસાય પણ કરતો હોય છે પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે હાલતો ખેડૂતોને ઘાસચારો પણ મળવાની શક્યતાઓ નહિવત છે ત્યારે કમોસમી વરસાદની સીધી અસર પશુપાલન વ્યવસાય પર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જોકે હાલ તો ખેડૂતોને બમણો માર સહન કરવાનો વારો આવે છે ત્યારે હવે સરકાર ખેડૂતોની વાહરે આવે છે કે કેમ એ જોવાનું રહ્યું.