અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદ નોંધાયો છે. દેવળા,ખીચા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના ખેતરોમા પડેલા મગફળી તેમજ કપાસના પાકને નુકશાન થયું છે.
પાટણ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વહેલી સવારથી વાતાવરણ ખુલ્લુ જોવા મળ્યું હતું. કટિંગ કરેલા ઘાસચારો સહિતના પાકોને લઈ ખેડૂતો ચિંતિત છે. અચાનક પડેલા વરસાદના કારણે અમરેલી, સુરેંદ્રનગર, મહેસાણા અને પાટણમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.
થરા અને લાખણી પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. કુંડા, કોટડા, સેકરા મટુ સહિતના ગામોમાં વરસાદપડ્યો હતો. લાખાણીના ભકડિયા સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અચાનક વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મગફળી, તલ, કઠોળ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. આ તરફ બનાસકાંઠાના દાંતા ગામમાં પણ રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. અચાનક શરૂ થયેલા વરસાદથી બાજરી, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.