છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે. જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં બે શિક્ષકો દારુની પાર્ટી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા બન્નેને સસ્પેન્ડ કરી દીધાં છે.


ગુંડેર પ્રાથમિક શાળાના શિક્ષક અજિત પટેલ અને વીનેશ માછી રાત્રી દરમિયાન દારૂ સાથે ખાણીપીણી પાર્ટી કરતાં હોવાનું ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોએ શાળામાં જઈ વીડિયો ઉતારતા ચોકનાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. શાળા કે જ્યાં બાળકોમાં શિક્ષણ સાથે સારા સંસ્કારનું ઘડતર કરવામાં આવે છે ત્યાં વિદેશી દારુની બોટલો અને નશામાં ધૂત આરામ ફરમાવતા શિક્ષકો નજરે ચડ્યા હતા.

સમગ્ર બાબતની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતાં તાત્કાલિક તપાસ આદરી પ્રાથમિક શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને સસ્પેન્ડ કર્યા હતા.