ડાંગઃ આહવા તાલુકામાં 14ના છોકરા સાથે શારીરિક સંબંધથી 14 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે બાળકના પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 14 વર્ષની ઉંમરમાં પ્રેમસંબંધમાં માતા-પિતા બનતા કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આહવાના એક ગામમાં 14 વર્ષીય સગીર અને સગીરા શેરડી કાપવાના કામે સાથે જતા હોવાથી પ્રેમ થઈ ગયો હતો. તેમજ બંનેએ શરીરસંબંધ પણ બાંધવાના શરૂ કરી દીધા હતા. આ સંબંધને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેણે એક બાળકને પણ જન્મ આપ્યો હતો.
આ બનાવની જાણ થતાં ડાંગ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તપાસ કરતાં 14 વર્ષીય સગીર સાથેના સંબંધથી બાળકી માતા બની હોવાનો ધડાકો થયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Dang : 14 વર્ષની છોકરીને 14 વર્ષના છોકરા સાથે બંધાયા શારીરિક સંબંધ ને આપ્યો બાળકને જન્મ, પોલીસે શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Feb 2021 11:11 AM (IST)
આહવાના એક ગામમાં 14 વર્ષીય સગીર અને સગીરા શેરડી કાપવાના કામે સાથે જતા હોવાથી પ્રેમ થઈ ગયો હતો. તેમજ બંનેએ શરીરસંબંધ પણ બાંધવાના શરૂ કરી દીધા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -