Accident :અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી.


મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારે વહેલી સવારે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત છ લોકોના મોત થયા હતા. આ દરમિયાન 21 અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરમાં ફ્લાયઓવર પર રાત્રે 2.30 વાગ્યે થયો હતો.                                                                         


કેવી રીતે થયો અકસ્માત?






અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી. બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી બીજી બસ આવીને અથડાઈ હતી.                                           


રસ્તા પર ટ્રાફિક જામ


અધિકારીએ જણાવ્યું કે, બે મહિલાઓ સહિત છ લોકો માર્યા ગયા અને 21 લોકો ઘાયલ થયા. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.  અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.                                          


આ પણ વાંચો


આ પણ વાંચો    


Gujarat Rain Forecast: આજે ગુજરાતના આ જિલ્લા પડશે વરસાદ, હવામાન વિભાગે હળવાથી મઘ્યમ વરસાદની કરી આગાહી


Ahmedabad: ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ


Weather Update: દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ


Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ, પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial