Bypar cyclone:હવામાન વિભાગના અનુમાન મુજબ બાયપર વાવાઝોડાએ દિશા બદલી છે. વાવાઝડો હવે ગુજરાતના દરિયામાં ટકરાશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. IMD સહિતની તમામ વેબસાઈટો પર કચ્છ-સૌરાષ્ટ્રમાંથી વાવાઝડો પસાર થાય તેવા સંકેત મળ્યા છે.  


વાવાઝોડાની સ્થિતિને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકિનારાને  યલો એલર્ટ આપ્યું છે.  છેલ્લા 52 કલાકથી વાવાઝોડું સતત  ગુજરાત તરફ ફેટાઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, 14થી 15 જૂનની વચ્ચે વાવાઝોડું જખૌ-નલિયા તરફ પહોંચવાના સંકેત છે.  


વાવાઝોડાના વધેલા ખતરા વચ્ચે CM અડધા કલાકથી કંટ્રોલ રૂમમાં વીડિયો કોન્ફરન્સથી અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને અધિકારીઓને ઝીરો કેજ્યુલિટીની નિતી સાથે કામ કરવાના આદેશ આપ્યાં હતા. વાવાઝોડાના પગલે ગુજરાતના તમામ દરિયા તોફાની બન્યા છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.


ક્રવાતી વાવાઝોડું 'બિપરજોય' તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'બિપરજોય' આજે સવારે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડા (ESCS) માં તીવ્ર બન્યું છે અને તે પોરબંદરથી લગભગ 480 કિમી, દ્વારકાથી 530 કિમી અને નલિયાથી 610 કિમી દૂર છે


નવલખી બાદ અન્ય બંદરો પર ભયસૂચક સિગ્નલો બદલાયા છે.પોરબંદર પર 2ની જગ્યે હવે ચ4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાઈ તોફાનની આશંકા વધતા ભયસૂચક સિગ્નલ બદલાવામાં આવ્યું છે.


આ વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું 15 જૂનની બપોરના સુમારે સૌરાષ્ટ્ર-કચ્છ અને આજુબાજુના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.









તે સોમવારે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને 65 કિમી પ્રતિ કલાક અને મંગળવાર અને બુધવારે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.


કેરળના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ
વાવાઝોડાને કારણે કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડાથી પહેલા સાવચેતીના પગલા તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડના દરિયાકિનારા પર તૈનાત કરવામાં આવી છે.  


માછીમારોને ચેતવણી
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.