ગાંધીનગર:  શિક્ષકો માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે.   રાજ્ય સરકાર દ્વારા  શિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર કરવામાં આવી છે.  જિલ્લા આંતરિક ઓનલાઈન કેમ્પનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી શરુ થશે. 6 ડિસેમ્બરથી જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે. વધઘટ અને જિલ્લા આંતરીક અરસપરસ બદલી 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી યોજાશે. જિલ્લા આંતરીક બદલી ઓનલાઈનનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ચાલશે.  જિલ્લા ફેર બદલી 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યોજાશે. 


'જન્માષ્ટમીએ જન્મ લીધો પરંતુ મહિલાઓની ઈજ્જત નથી કરી શકતા', કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના પ્રહાર

ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.  ગૌરવ યાત્રા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે પહોંચી હતી. અહીં કેન્દ્રીય મંત્રી  અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, જન્માષ્ટમીએ જન્મ લીધો પરંતુ મહિલાઓની ઈજ્જત નથી કરી શકતા. શરાબ કૌભાંડના આરોપી મનીષ સીસોદીયા, પંજાબમાં 04 મહિનામાં 70 મર્ડર થયા છે. ઉત્તર પ્રદેશ, ગોવા , મણિપુરમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું. ગુજરાતે ત્રણ મહિનામાં નેશનલ ગેમ્સનું આયોજન કર્યું. ગુજરાત ગૌરવ યાત્રા 144 વિધાનસભા સીટો પર ફરશે. ગુજરાતમાં 150થી વધુ સીટો ભાજપ જીતશે.


તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતીએ ભારતને સ્વતંત્રતા અપાવવા ગાંધી અને સરદાર આપ્યા. નરેન્દ્ર મોદીએ દેશને કોરોનામાથી ઉગાર્યો. અખંડ ભારત રચવાનું કાર્ય સરદાર પટેલે કર્યું. પહેલાં ગુજરાતમાં તોફાનો થતા નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ગુજરાતમાં શાંતિ સ્થપાઈ છે. સોમનાથ, અયોધ્યા, રામ મંદિર , કાશી વિશ્વનાથ વગેરે ધરોહરોનો પૂનઃ ઉદ્ધાર કરાયો. 2014 માં ગુજરાત મોડલ સંપૂર્ણ દેશે સ્વીકાર્યું.









ધ્રાંગધ્રા સભાસ્થળે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે  કહ્યું હતું કે, ગુજરાત અને હિમાચલ બંનેમાં ભાજપની સરકાર બનશે. ભાજપ ઐતિહાસિક સીટો મેળવશે. અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડલ નિષ્ફળ. મોહલ્લા ક્લિનિક બંધ છે અને તેના આંગણામાં પશુઓ રખડે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં હાર દેખી ગઈ છે એટલે વડાપ્રધાન પર વ્યકતીગત ટિપ્પણીઓ કરી રહી છે. કોંગ્રેસ પરિવારની પાર્ટી છે, પરિવાર જ તેને ખતમ કરી રહ્યો છે. પરિવારમાં જ મતભેદ છે એટલે ભાઈ-બહેન સાથે નથી.