Ambalal Patel Rainfall Forecast: ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઇ રહી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 17 થી 24 ડિસેમ્બરે રાજ્યમાં માવઠુ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, દિત્વાહ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળ્યો છે. 

Continues below advertisement

ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠુ થશે, રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે, આગામી 17 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે, જ્યારે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, માવઠાને લઈને કેટલા પાકો પર વિપરીત અસર થઈ શેક છે. ખાસ કરીને જીરા જેવા પાકો, મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તુવેર જેવા પાકોમાં પણ અને કપાસ જેવા પાકોમાં માવઠાની અસર થઈ શકે છે.   

રાજ્યના અનેક ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબર કાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં ઠંડી આવી શકે છે. કોઈક કોઈક ભાગમાં તાપમાન 12 થી 13 ડિગ્રી થઈ શકે છે. તો કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન ઘટી શકે છે.  

Continues below advertisement