Jamnagar: ગુજરાતમાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના ઘટી છે. આ વખતે જામનગરમાં બે જૂથો વચ્ચે જોરદાર ઘર્ષણ, મારામારી અને બાદમાં પથ્થમારો થયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જામનગર શહેરમાં ગઇ મોડી રાત્રે બેડી વિસ્તારમાં અચાનક બે જૂથ આમને સામને આવી ગયા, અને બાદમાં મારામારી થઇ અને પછી સામસામે પથ્થરમારો કરાયો હતો. જોકે, કયા કારણોસર અથડામણ થઇ તે અંગે કોઇ કારણ સામે આવ્યુ નથી, હાલમાં પોસીસે બન્ને પક્ષો તરફથી ફરિયાદો લઇ તપાસ શરૂ કરી દીધી છે. 

Continues below advertisement

ગુજરાતમાં જૂથ અથડામણની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ રાજકોટમાં કિન્નર જૂથો આમને સામને આવ્યા હતા, તો હવે જામનગરમાં પણ બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે. માહિતી પ્રમાણે, જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં ગઇ મોડી રાત્રે બે જૂથો કોઇ કારણોસર આમને સામને આવી ગયા, જાહેર રૉડ પર બન્ને પક્ષોના ટોળા એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા અને બાદમાં પથ્થરમારો શરૂ થયો હતો. આ બબાલ કયા કારણોસર થઇ તે અંગે કોઇ ખુલાસો થયો નથી, પરંતુ અંગત અદાવતમાં બન્ને જૂથો વચ્ચે બબાલ થઇ હોવાની વાત સામે આવી છે. હાલમાં પોલીસે બન્ને પક્ષો તરફથી ફરિયાદો લઇ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

અમદાવાદછ નકલી પોલીસ બની ચીટિંગ કરનારો ગઠિયો ઝડપાયો 

અમદાવાદમાં નકલી પોલીસના ત્રાસથી હવે વેપારીઓ પણ નથી સુરક્ષિત. હાલમાં જ શહેરના વટવામાં નકલી પોલીસ બનીને વેપારી પાસેથી સોનાના દાગીના હડપી લેનારા ગઠીયાને પોલીસે દબોચી લીધો છે. માહિતી પ્રમાણે, વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વટવા વિસ્તારમાં એક સોનાના વેપારી જ્વેલર્સ જયસિંહ કુશવાહ પાસેથી ગઠીયાએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી હતી, અને ત્યાંથી 53 હજાર રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા, જેમાં સોનાની વીંટી અને સોનાની બુટ્ટી સામેલ હતી. આરોપી ગઠીયાનું નામ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજા છે, જેને વેપારીને 53 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયા બાદ વેપારીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતાં નકલી પોલીસ ગઠીયો એટલે કે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજાના કાંડનો પર્દાફાશ થયો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Continues below advertisement