જૂનાગઢ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જગ્યા વાતાવરણમાં પલટો આવ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા છે. જેના કારણે જૂનાગઢના ગિરનાર પર આવેલ રોપવેને સતત બીજા દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવનના કારણે રોપ વે બંધ રાખવાની ફરજ પડી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ વે ફરી શરુ કરવામાં આવશે. સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
સામાન્ય વરસાદમાં AMCની પોલ ખુલી
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ એએમસીની પોલ ખોલી નાખી છે. શહેરમાં કમોસમી વરસાદના કારણે 45 જેટલા વૃક્ષ અને ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે. રાયપુર,સારંગપુર,ખોખરા,સૈજપુર બોઘા અને શાહીબાગ વોર્ડમાં વૃક્ષ અને ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે.તો બીજી તરફ સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે.
મકતમપુરા ભુવો પડ્યો
અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર મુકાબલો છે. આ મેચ શરુ થાય તેના થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. IPLના ચાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. IPLમાં વરસાદ વિધ્ન બને તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં એસજી હાઈવે, થલતેજ, આશ્રમરોડ, સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે થલતેજ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. શહેરના ગોતા, ચાંદલોડિયા, વાડજ સહિત શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટેરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના એસ જી હાઇવે અને વૈષ્ણવ દેવી વિસ્તાર આસપાસ કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું.