ભાવનગર: સોડવદરા ગામે પીવાના પાણી માટે મહિલાઓ અને નાના બાળકોએ દૂર-દૂર સુધી વાડી વિસ્તારમાં પીવાની એક હેલ માટે રઝળપાટ કરવો પડે છે. જેનું કારણ એ છે કે પાણી પુરવઠા દ્વારા 10-15 દિવસે એક વખત પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેથી ગામની મહિલાઓએ એક એક બુંદ પાણી માટે ત્રણ ચાર કિલોમીટર ધોમધખતા ઉનાળાનાં આકરા તાપમાં પણ ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે. સાથે જ ગામમાં વાસમો દ્વારા લાખો રૂપિયાનાં ખર્ચે પાણીના ટાંકાનું નિર્માણ કર્યું છે. પરંતુ તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે બે વર્ષથી આ પાણીનો ટાંકો શોભાના ગાંઠિયા સમાન બિનઉપયોગી બન્યો છે. આમ છતાં પણ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેનો ભોગ સોડવદરા ગામ બની રહ્યું છે.


ભાવનગર જિલ્લના સોડવદરા ગામે છેલ્લા 5 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને ઉનાળાના દિવસોમાં ધમધોખતા તાપમાં વાડીઓ માંથી કે આસપાસના ગામ માં જઈને બહેનો પીવાનું પાણી ભરવા માટે મજુબર બન્યા છે. એટલું જ નહીં અહીં પાણીની સમસ્યા હલ કરવા બે વર્ષ પહેલા બનાવેલો સમ્પ પણ લીકેજ હોવાથી તેમાં ક્યારેય પાણી ભરવામાં આવ્યું નથી. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને ગામના લોકોની માંગ છે કે આ ટાંકો લીકેજ હોવાથી તાકીદે સરકરે નવો બનાવી આપવો જોઈએ અને આ ટાકાના સ્ટક્ચરમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાથી આ ટાકાનું કામ ગ્રામજનોએ જ બંધ કરાવી દીધું છે.


ઉનાળાના દિવસો સારું થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તરામાં પીવાના પાણીની કારમી સમસ્યા ઉભી થાય છે. સરકર નર્મદાના અને મહીંપરીએજ દ્વારા ગામે ગામ નીર પહોંચાડ્યાના દવા કરે છે જે પોકળ સાબિત થાય છે. ભાવનગર જિલ્લાના સોડવદરા ગામે 8000 ની વસ્તી છે અને અહીંના લોકો છેલ્લા 5 વર્ષ થી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છs. સોડવદર ગામે છેલ્લા 5 વર્ષ થી પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાનું મહિલાઓ જણાવી રહી છે. સોડવદરા ગામે હાલ ઘરે ઘરે પાણી નહીં આવતા ઉહોવાથી લોકો આસપાસની વાડીઓ માંથી પાણી ભરવા મજબુર થાય છે. આ ઉપરાંત વરતેજ અને નવાગામ ખાતે જઈને પણ બહેનોને પીવાંનું પાણી લાવવું પડે એવી સ્થિત છે. ક્યારેક તો પીવાનું પાણી વહેંચાતું પણ લાવવું પડે તેવી સ્થિતિ આજે સોડવદરા ગામે જોવા મળી છે. આ વિસ્તારમાં પીવાના પાણીની ગમ્ભીર સમસ્યા છે તેનો ઉકેલ સરકારે તાકીદે લાવવો જોઈએ.


ભાવનગરના સોડવદરા ગામે સરકરે આમ તો પાણીની સમસ્યા હલ કરવા માટે 16 લાખના ખર્ચે ટાંકો બનાવ્યો હતો. જે આજે ધૂળ ખાઈ રહ્યો છે. સોડવદરા ગામમેં 2 વર્ષ પહેલા બનેલો આ ટાકો એકદમ જર્જરિત છે અને તેમાં કામ નબળું થયો હોવાની વાત કરીને ગ્રામ પંચાયતએ આ સમ્પ સંભાળ્યો ના હતો જે ના કારણે આ સમ્પમાં આજે પાણીનો સંગ્રહ થતો નથી અને લોકો પાણી વિના ટળવળે છે. 


આ સંપ બનાવનારા કોન્ટ્રાકટર સામે નબળા કામને લઇને કોઈ પગલાં તંત્રએ ભર્યા નથી તેમ પણ ગ્રામજનો કહી રહ્યાં છે. પાણીની સમસ્યા મામલે અધિકારીનું કહેવું છે કે 5 વર્ષથી પાણ ની સમસ્યાની વાત ખોટી છે જો કે તાજેતરમાં જિલ્લા પંચાયતના સભ્ય એ પાણી મામલે આત્મ વિલોપનની ચીમકી આપ્યા બાદ તંત્ર  તાજતરમા પાણી આપ્યું હોવાનું અધિકાર એ જણવ્યું હતું. ભાવનગર જિલ્લમાં પીવાના પાણી ની કોઈ સમસ્યા નથી તેવા દવા તંત્ર ભલે કરે પરંતુ ગામડાઓમાં આજે પણ પાણીની સમસ્યા છે અને લોકો બે બેડા પાણી માટે એક ગામ થી બીજા ગામ પાણી માટે જય રહ્યાં છે તે નક્કી છે.