નર્મદા: જિલ્લાના ડેડીયાપડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ અચાનક બસ ડેપોની મુલાકાત લીધી હતી. પોતાના મત વિસ્તારમાં અનેક રૂટ બંધ હોવાથી ધારાસભ્ય રોષે ભરાયા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, જો એક સપ્તાહમાં બંધ પડેલા રૂટ શરૂ નહીં થાય તો બસો હાઈજેક કરવામાં આવશે. આ પહેલા ચૈતર વસાવાએ ડેડિયાપાડા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સૌરષ્ટ્ર-કચ્છમાં થશે કોલ્ડવેવનો અહેસાસ

ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફરક નહીં પડે. વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે.

ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી હતી. ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ઉત્તર પવનો ફૂંકાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

શહેર       મહત્તમ        લઘુત્તમ


અમદાવાદ   25.8           12.6ડીસા          26.1            12.2ગાંધીનગર   26.0            11.2વડોદરા      27.4             11.4સુરત         30.0              13.6વલસાડ     30.5              16.5દમણ        27.0              12.4ભુજ          28.2              10.8નલીયા      26.6                4.2ભાવનગર  26.4               14.0દ્વારકા      26.3                15.2ઓખા      24.2                19.5રાજકોટ    27.8                10.7