Gujarati News: દાહોદના રામપુરા ગામે શાળાનો બહારનો દરવાજો પડતાં વિદ્યાર્થીની પર પડ્યો હતો. 20 તારીખે આ ઘટના બની હતી. દરવાજો માથા પર પડતાં ગંભીર રીતે ઘાયલ થયેલી 8 વર્ષીય વિદ્યાર્થીનીને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ, મૃત્યુ પહેલા માણસને મળે છે આવા સંકેત
Garuda Puran : સનાતન ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે, જેમાં હિંદુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે.
ગરૂડ પુરાણ મુજબ જે લોકો કર્મ કરે છે, તેનુ સારું અથવા ખરાબ ફળ તેમને આ જીવનમાં ભોગવવુ પડે છે. તો અમુક ફળ મૃત્યુ બાદ પણ ભોગવવુ પડે છે. આ પુરાણમાં મોત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે, જે મોતનો સંકેત આપે છે. ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ જ્યારે નજીક હોય છે ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિને સંકેત મળે છે. આવો જાણીએ એવા કયા સંકેત મળે છે.
મૃત્યુ પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિને સપનામાં ગજબ વસ્તુઓ દેખાય છે. તેને બુઝાયેલો દીવો દેખાય છે. ગરૂડ પુરાણ મુજબ આ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે
ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ નજીક હોવાથી વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. તેને પાણી અથવા તેલમાં પોતાનો પડછાયો દેખાતો નથી.
ગરૂડ પુરાણ મુજબ જ્યારે કોઈનુ મૃત્યુ નજીક આવે છે, તો તેને પોતાનું નાક દેખાવાનુ બંધ થાય છે. તે લાખ પ્રયાસ કરી લે પરંતુ તે વ્યક્તિને પોતાનું નાક દેખાતું નથી.
મૃત્યુ પહેલા હાથની રેખાઓ ધુંધળી પડી જાય છે. હલ્કી પડી જાય છે. ગરૂડ પુરાણ મુજબ કેટલાંક લોકોને પોતાના હાથની રેખાઓ બિલ્કુલ પણ દેખાતી નથી.
મૃત્યુ પહેલા વ્યક્તિને એક અલગ પ્રકારનો અહેસાસ થાય છે, જેમકે તેમને લાગે છે કે તેની આજુબાજુ અમુક આત્માઓ ફરતી હોય છે. ગરૂડ પુરાણ મુજબ આ તેમના પૂર્વજોની આત્માઓ હોય છે. તેમને આ વાતનો આનંદ હોય છે કે તેમનુ કોઈ સ્વજન હવે તેમની પાસે જવાનુ છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો. .