Weather Update: હાલ બંગાળની ખાડીમાં એક ડીપ ડીપ્રેશન સર્જાયું છે. હાલ ગુજરાત તરફ આ સિસ્ટમના કારણે ભારે પવન આવી રહ્યાં છે. અહીં આ સિસ્ટમ પહેલા વેલમાર્ક બની બાદ ડિપ્રેશન અને હવે તે ડીપ ડિપ્રશનમાં ફેરવાઇ ગઇ છે. જે 24 કલાકમાં બાંગ્લાદેશ તરફ આગળ વધવાની સંભાવના છે. જેની અસર બાંગ્લાદેશ મ્યાનમારમાં જોવા મળશે. આ સિસ્ટમના કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પવન સાથે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ મધ્ય ભારતને પણ અસર કરશે. જેના કારણે મઘ્ય ભારતમાં વરસાદ થશે. જો કે આ સિસ્ટમની અસરથી ગુજરાતને કોઇ અસર થશે નહીં. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં થોડા પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે.
3 થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે
3-4 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં વરસાદની ગતિવિધિઓ વધશે. આ દરમિયાન, કોટા, જયપુર, ભરતપુર ડિવિઝનમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. ઉદયપુર અને કોટા વિભાગના કેટલાક ભાગોમાં 5 ઓગસ્ટે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાનના બિકાનેર, જોધપુર ડિવિઝનના મોટાભાગના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ જ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે, 5 ઓગસ્ટે કેટલાક ભાગોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે. રાજસ્થાનના આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કરૌલી, અલવર, બરાન, ભરતપુર, દૌસા, ધૌલપુર અને સવાઈમાધોપુરમાં ભારે વરસાદની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય 7 જિલ્લામાં વરસાદની સ્થિતિને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.